________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
એ હસ્તિપાલકની દશા પણ એવી જ હતી. એ પટ્ટાણીને સેવતા હતા, તે સ્વાર્થ ખાતર ! પટ્ટરાણી માનતી હતી કે-‘હસ્તિપાલક મારો છે' પણ હસ્તિપાલક તેણીના નહોતા. હસ્તિપાલકના રાગ એક વેશ્યા ઉપર હતા, એટલે રાજાને પટ્ટરાણી માટે જેવા વિચાર આવ્યા અને પટ્ટરાણીને હસ્તિ પાલક માટે જેવા વિચાર આબ્યા, તેવા જ વિચાર એ હસ્તિપાલકને પેાતાની માનીતી વેશ્યાને માટે આભ્યા. આથી હસ્તિપાલકે તે ફળને પટ્ટરાણીની પાસેથી લઈ જઈને પેલી વેશ્યાને આપ્યું !
જૂએ, એકનું એક ફળ કેટકેટલી જગ્યાએ ફર્યું ? બ્રાહ્મણે. રાજાને આપ્યું, રાજાએ પટ્ટરાણીને આપ્યું, પટ્ટરાણીએ હસ્તિપાલને આપ્યું અને હસ્તિપાલે વેશ્યાને આપ્યું !
૨
દેવીએ આપેલું ફળ છે, આકારમાં સુન્દર છે, મધુર રસથી ભરપૂર છે અને ખાનારને અસાધારણ ગુણ કરે એવું છે; છતાં, એ ફળને કાઈ ખાતું નથી અને એ ફળ એકથી ખીજા પાસે અને ખીજાથી ત્રીજા પાસે-એમ ફર્યા જ કરે છે. આ અમર ફળનું નિમિત્ત ભર્તૃહરિમાં અમર ભાવનાને પેદા કરવાનું છે. ભર્તૃહરિની ભવિતવ્યતા સારી છે, માટે જ આમ મને છે.
હવે વેશ્યા શે। વિચાર કરે છે, તે જા. હસ્તિપાલને વેશ્યાના રાગ હતા, પણ વેશ્યાને કાના રાગ હોય ? વેશ્યા ઢાઈ એકમાં ઘેાડી જ બધાએલી રહે ? હસ્તિપાલે આપેલા. અમર ફળને જોઇને, વેશ્યાને કાઈ જૂદા જ વિચાર આવે છે. એને એમ થાય છે કે-‘મારા જેવી સ્ત્રી વધારે જીવે તેમાં ફાયદો શે। ? આ ફળ હું ખાઉં તેા મને એટલું જ ફળ મળે