________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૨૮૫
અશકય માનવી પડશે, કારણ કે—જેમ જેમ રાગના ક્ષય થતો જાય છે, રાગમાં ઘટાડા થતા જાય છે, તેમ તેમ જ ગુણા પ્રગટી શકે છે. રાગ જ્યારે એની ઉત્કટમાં ઉત્કટ માત્રામાં હાય, ત્યારે કાઈ પણ ગુણ પ્રગટેલા હાય એ શકય જ નથી. આપણે જોઇએ છીએ કે-ગુણા પ્રગટી શકે છે; અને એથી સાબીત થાય છે કે-રાગ ઘટી શકે છે. આકાશમાં એવી વધ-ઘટ થયા કરતી નથી તેમજ એ કાઈ પુદ્ગલેાના કે પ્રદેશાના સમૂહની બનેલી વસ્તુ નથી, એટલે ‘રાગના ક્ષય થાય જ નહિ’–એવું સિદ્ધ કરવાને માટે, આકાશનું જે દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે, તે અસ્થાને છે. અસ્તુ. આ તે પ્રસંગ પૂરતી ઘેાડીક વાત કરી દીધી, કે જેથી કાઈ પ્રસંગે કાઈની સાથે રાગાદિના ક્ષયની વાત નીકળી પડે અને સામે માસ ‘રાગાદિકના ક્ષય ન જ થાય’—એમ કહે, તા તમે તેને સમજાવી શકા અથવા તો તમે મુંઝાઈ જવા પામેા નહિ! આજે તા તત્ત્વચર્ચાઓના યુગ લગભગ આથમી ગયા છે; બાકી પૂર્વકાળમાં તે તત્ત્વચર્ચાએ ઘણી થતી અને એથી પણ દરેક ધર્મના "અનુયાયીઓ પેાતાના અને અન્યાના ધર્મની માન્યતાઓના સંબંધમાં અભ્યાસ કરતા. એવા સમયે, આ ‘અસ’ગ’ એવા વિશેષણના પણ વિરોધ કરનારા મળી આવે. ‘અસગ’ એટો
રાગાદિકના સંગથી રહિત' બની શકાય કે નહિ અને નવી શકાય તેા કેવા પ્રકારે બની શકાય, એની વાદપર પણ ચાલે. અહીં કાંઈ એવું છે નહિ, એટલે આપણે પણ હવે આ વાતને લખાવતા નથી. આપણે તો આ ચેથા અસ`ગ' વિશેષને પશુ લક્ષ્યમાં રાખીને, અસંગ એવા શ્રી વીતરાગ પરમાત્માની