________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૩૧૭
સાચા નિન્થ સાધુઓની ગુરૂતત્ત્વમાં અને ભગવાને ફરમાવેલ માર્ગની ધમ તત્ત્વમાં ગણના કરી ખતાવી છે. આવી પરીક્ષામાં ઉતરવાનું મિથ્યાદૃષ્ટિએને ફાવતું નથી, કેમ કે–તત્ત્વની વાતમાં તેમનું ઠેકાણું નથી. દેવ જેવા દેવ લીલા કરે એમ માને, એટલે એવા દેવમાં વીતરાગતાની સિદ્ધિ થાય શી રીતિએ ? આપણે તા કહીએ છીએ કે–દેવ ન રાગી હોય, ન દ્વેષી હાય, ન અજ્ઞાન હેાય. એ તે વીતરાગ અને સર્વજ્ઞ જ હોય. અમારા દેવે તા દુનિયાના સઘળા ય વૈભવાને તજીને સંયમ, ઇન્દ્રિયનિગ્રહના માગ સ્વીકાર્યાં. કષાયાને જીતી લીધા. રાજપાટ આદિને તજીને એવું જીવન સ્વીકાર્યું કે એના જેવું અહિંસાપ્રધાન ખીજું કાઈ જીવન હાઈ શકે જ નહિ.
પેલા દર્શન કરવાને જતા જૈને પોતાના મિત્રને સમજાવીને કહ્યુ કે− હું એવા દેવના દર્શને જાઉં છું, કે જે દેવનું સ્વરૂપ ચિન્તવતાં પણ આત્મા ઠરે. અમારે ત્યાં તા કહ્યું છે કે" सरसशान्तिसुधारल सागरं,
शुचितरं गुणरत्नमहागरम् । भविकपङ्कजबोघदिवाकरं,
प्रतिदिनं प्रणमामि जनेश्वरम् ॥ १ ॥ "
એટલે કે- હું તે ભગવાન શ્રી જિનેશ્વરદેવને રાજ રાજ પ્રણમું છું', કે જે ભગવાન શ્રી જિનેશ્વરદેવ શાન્તિ રૂપ સુધારસ, તેના મનેાહર સાગર રૂપ છે; ગુણુ રૂપ રત્નાની પરમ પવિત્ર ખાણ રૂપ છે; અને ભવ્યાત્માએ રૂપ કમલેાને વિકસિત કરવામાં—બધ પમાડવામાં સૂર્ય રૂપ છે! જે દેવના દર્શને હું જાઉં છું, તે દેવ આવા પરમ પ્રશાન્ત છે, પરમ ગુણસંપન્ન