________________
પહેલે ભાગ-બી જિનસ્તુતિ
૩૩૭ જેવા હેય, તેવું તેમનું સ્વરૂપ ચિત્રાય છે. પંજાબમાં ગુરૂ નાનક ભજન કરનારા હતા, તે તેમના અનુયાયીઓએ તેમના ચિત્રમાં તેમના હાથમાં માળા આપી છે. શીએ એમની મૂર્તિ એવી બનાવી, કે જેને જોતાં લાગે કે-આ વ્યક્તિ ભગવાનના ભજનમાં મગ્ન રહેનાર હશે. એના એ જ શીખેએ ગુરૂ ગેવિંદની મૂર્તિ જુદા પ્રકારની બનાવી છે. ગુરૂ ગોવિંદ કુતરાઓને લઈને શિકાર કરવાને માટે જતા હતા, તે તેમની મૂર્તિમાં પણ એ ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે. હાથમાં ભાલો છે, પિતે ઘડેસ્વાર છે અને પાછળ કુતરાએ સાથે દેડી રહ્યા છે, એવા દેખાવની ગુરૂ ગેવિંદની મૂર્તિ બનાવાઈ છે. ગુરૂ નાનક અને ગુરૂ ગોવિદ-બન્ને ય શીખેના જ ગુરૂ હોવા છતાં પણ, આ ભેદ કેમ છે? બન્નેના
જીવનની કરણીઓમાં ભેદ હતો માટે. એવી જ રીતિએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિઓ જોઈ લો અને તે પછી તે કેવા હશે તેની કલ્પના કરે! બુદ્ધની મૂર્તિમાં એવું કોઈ અપલક્ષણ દેખાતું નથી, કેમ કે-બુદ્ધ રાજપાટને અને સ્ત્રીપરિવારાદિને ત્યાગ કર્યો હતે ! ભગવાન શ્રી પાશ્વનાથ ભવામિજીના શિષ્યને બુદ્ધને ભેટે થયે હતો, એટલે એ સંગના સંસ્કારેની અસર ત્યાં દેખાય છે. બુદ્ધ જે તપથી કંટાળ્યા ન હતા અને શુદ્ધ ધર્મ–માર્ગના ઉપાસક બની શક્યા હતા, તે તે કદાચ એ વીતરાગપણને પામી શકત, એવી કલ્પના થઈ શકે. હવે ભગવાન શ્રી ઋષભદેવસ્વામિજી આદિ શ્રી જિનેશ્વરદેવની મૂર્તિઓને જૂએ, તે તમને તેમાંથી વીતરાગભાવ નીતરતો લાગે, કેમ કે-એ વીતરાગ હતા.