________________
૩૪૦.
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન હતા. એમને આ વાત રૂચી નહિ, કેમ કે-એમના હૈયામાં મિથ્યાભાવને આગ્રહ હતો. સભામાં કોલાહલ મચી ગયે. પંડિત રામમિશ્ર વિદ્વાન હતા, જબરા હતા, એટલે બ્રાહ્મણે એમની સામે તત્કાલ ફાવ્યા તે નહિ, પણ પરિણામ એ આવ્યું કે- પંડિત રામમિશ્ર બનારસને છોડીને નવદ્વીપ-બંગાળમાં જઈ વસ્યા. છે આ તે એક હકીકત પૂરતી વાત કહી, પરંતુ સમજવાનું એ છે કે તમારે ભગવાન શ્રી જિનેશ્વરદેવના જીવનના તથા ઉપદેશના જ્ઞાતા બનવું જોઈએ અને તે પછી ઈતરમાં દેવો તરીકે પૂજાતાઓના જીવનના તથા ઉપદેશના જ્ઞાતા બનવું જોઈએ. તમે જે આવા પ્રકારના જ્ઞાતા બને, તે “ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ સર્વ પ્રધાન હોઈ શકે - આ વાતનું પણ તમે સારામાં સારી રીતિએ સમર્થન કરી શકે. પછી તમને ગમે તે વિદ્વાન પણ ઉંધે માર્ગે દેરી શકે નહિં અને તમે અને કોને સન્માર્ગે દેરી શકે. તમે આવા જ્ઞાતા બને, એમાં એકાતે -પરનું કલ્યાણ જ છે.
૯. ભગવાનની સાવીય તરીકે સ્તવના
વર્તમાન શાસનના સ્થાપક ભગવાન શ્રી મહાવીર પરમાત્માના અગીયાર ગણધરદેવો પૈકી પાંચમા ગણધરભગવાન શ્રીમાં સુધર્મારવામિજી મહારાજાએ રચેલાં બાર અંગસૂત્રે પકીના શ્રી ભગવતીજી સૂત્રનામના પાંચમા અંગસૂત્રનું વિવરણ લખવાને માટે ઉઘુક્ત થયેલા આચાર્ય ભગવાન શ્રીમદ્દ અભય