________________
-
૩૪૮
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાન આશય કયો? કઈ દુઃખી ન રહે અને સૌ સુખી બને, એ જ ને? આ ભાવના સર્વ જીના હિતની છે ને? છે જ. કઈ પણ માણસ તમારા ભલાને વિચાર કરે છે, એવી જે તમને ખબર પડે, તે તમને એથી આનંદ થાય છે અને તેનો ઉપકાર માનવાનું મન થાય છે. તમે કહે છે કે-એ મારે હિતસ્વી છે. એ જ રીતિએ, ભગાન શ્રી જિનેશ્વરદેવે જગતના સઘળા ય જીના ભલાની ભાવના ભાવે છે, માટે એ મહાભાગે જગતના પ્રાણી માત્રને હિતસ્વી હોય છે, એમ કહેવું એ તદ્દન સાચું જ છે. સર્વના હિતને જ ઉપદેશઃ
વળી, પિતાના અન્તિમ ભાવમાં ભગવાન શ્રી જિનેશ્વદેવોએ ધર્મતીર્થની સ્થાપના કરતાં, સ્વતન્ત્રપણે જે ધમની પ્રરૂપણ કરી, તે ધર્મ પણ કેવા પ્રકાર છે? શ્રી આચારાંગ નામના પ્રથમ અંગસૂત્રમાં કહ્યું છે કે
જે સવારે જ ઘgar, જે ચ શામિદ અરહંતા भगवंतो ते सव्वे एवमाइक्खन्ति, एवं भासंति, एवं पण्णविति, एवं परूविति-सव्वे पाणा सत्रे भृया सव्वे जीवा सव्वे सत्ता न हतव्या, न अजावेयव्वा, न परिषितव्वा. न परिय वेयम्वा, न उद्दवेयम्वा, एस धम्मे सुद्धे निइर सासए समिच्च लोयं खेयण्णहि पवेहए।" - અત્યાર સુધીમાં જે અનન્તા તીર્થંકર ભગવાને થયા છે, તેઓએ કેને ધર્મ કહ્યો છે. વર્તમાનમાં પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં વિચારતા શ્રી તીર્થકર ભગવાને પણ ધર્મ કેને કહે છે, અને ભવિષ્યમાં જે અનન્તા તીર્થંકર ભગવાને થવાના