________________
શ્રી ભગવતોછ સૂત્રનાં વ્યાખ્યાને શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપનું અને ગુણેનું જે વર્ણન છે, તેને વિચારે તે તમને પણ લાગે કે-એ તારકમાં જ સાચું દેવત્વ ઘટે છે ! આશ્લેકમાં આચાર્યભગવાન શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ માત્ર ભગવાન શ્રી ઝષભદેવસ્વામિજીને ઉલ્લેખ કર્યો છે, કારણ કે વર્તમાન અવસર્પિણીમાં આ દક્ષિણા ભરત ક્ષેત્રમાં થયેલા ચોવીસ તીર્થંકર ભગવાનેમાં પહેલા શ્રી ત્રાષભદેવસ્વામિજી છે. એ આવ્યા, એટલે વર્તમાન
વીસીના બધા જ તીર્થકર ભગવાને આવી ગયા અથવા તે કહે કે-સઘળા ય, અનન્તા તીર્થકર ભગવાને પણ આવી ગયા; કારણ કે-સઘળા ય ભગવાન શ્રી જિનેશ્વરમાં , ભગવાન શ્રી જિનેશ્વરદેવ તરીકેની સઘળી ય વિશિષ્ટતાઓમાં, કશે પણ ભેદભાવ હેત નથી. આપણી વાત તે એ હતી કે દુનિયામાં ગણાતા અને માતા સઘળા ચ દેના સ્વરૂપને તથા ગુણેને સારી રીતિએ જાણનારા એવા પરમ ઉપકારી આચાર્યભગવાન શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પાછું એવું જ પ્રતિપાદન કર્યું છે કે સાચું દેવત્વ ભગવાન શ્રી જિનેશ્વરદે સિવાય, અન્ય કેઈ પણ દેવ ગણાતામાં ઘટી શકતું નથી, ભગવાન શ્રી જિનેશ્વરમાં જ સાચું દેવત્વ ઘટી શકે છે અને એથી એ તારકે જ સર્વ પ્રધાન છે. - જેવા હોય તેવી મૂર્તિ ઘડાયઃ
તમે જે બીજાઓની અને ભગવાન શ્રી જિનેશ્વરદેવેની, ભક્તોએ બનાવેલી મૂર્તિઓને જોઈને વિચાર કરે, તે પણ તમને લાગે કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ સર્વ પ્રધાન છે. જે