________________
*
લક
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ત્યાગને સ્વીકાર કેણ કરે? બીજા કેઈએમ કરે કે ન કરે, પણ શ્રી હરિભદ્ર પુરોહિતે તે તત્કાલ એટલા મેટા પણ
ત્યાગને સ્વીકાર કરી જ લીધે! ત્યારે એમની જ્ઞાન સંપાદન કવાની ભાવના કેટલી બધી ઉત્કટ કોટિની હશે? આ ઉપરથી એ પણ વિચારવું જોઈએ કે-એમના જેવા જ્ઞાનના અથી જીવને કોઈ અન્ય સ્થલે સારું દેખાયું હેત, તે એ એને સ્વીકાર કર્યા વિના રહી શક્યા હોત? કહે કે નહિ જ! એટલે એમના વચનની કિંમત બહુ મોટી ગણાય. એ મહાપુરૂષે એક થેલે કહ્યું છે કે"प्रत्यक्षतो न भगवान् ऋषभोन विष्णु
रालोक्यते न च हर न हिरण्यगर्भः । तेषां स्वरुपगुणमागमसंप्रभावात् ,
शास्वा विचारयत कोऽत्र परापवादः ॥१॥". પરમ ઉપકારી આચાર્ય ભગવાન શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ આ વાત બહુ જ મધ્યસ્થભાવે ઉચ્ચારી છે અને શુદ્ધ મધ્યસ્થભાવે આ વાતને વિચારનાથ જૈનેતરને પણ
ગવાન શ્રી જિનેશ્વરદેવે જ સર્વ પ્રધાન છે એમ લાગે, એવી ઢબે આ વાત ઉચ્ચારી છે. પોતે ભગવાન શ્રી જિનેશ્વરવિના પરમ ઉપાસક બનેલા છે. પહેલાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પરમ ઉપાસક હતા. આથી તેઓ જૈન અને જેનેસર ધર્મશાસ્ત્રોના જ્ઞાતા હતા. ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસનનાં શાસ્ત્રોમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપનું વર્ણન કરાએલું છે તથા એ તારકામાં કયા કયા ગુણે હતા, તેનું પણ તેમાં વર્ણન કરાએલું છે. એ જ રીતિએ ઈતર