________________
પડેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૩૩૨
શાસનને પામવામાં પરમ નિમિત્ત એવાં એ સાધ્વીને ખૂબ ખૂબ ઉપકાર માનવાનું મન થઈ જાય ને ? પણ જો ભગવાન શ્રી જિનેશ્વરદેવાનું શાસન એમને આ પ્રકારે ઉપકારક ન લાગ્યું હાત, તા એમને એ સાધ્વીના એમણે જે પ્રકારે ઉપકાર માન્યા છે, તે પ્રકારે ઉપકાર માનવાનું મન થાત ખરૂં? નહિ જ. માટે કહેા કે એમણે યાકિની નામની સાધ્વીના જે ઉપકાર માન્યા છે, તેમાં આ ત્રીજા કારણની ઘણી પ્રબળતા છે.
આચાર્ય ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહા વિદ્વાન હતા, તે છતાં પણ જ્ઞાન સ`પાદન કરવાની તેમની ભાવના કેટલી બધી પ્રખળ હતી, એ વાત પણ ભૂલવા જેવી નથી. જ્ઞાન સંપાદન કરવાની તેમની ભાવના અતિ પ્રખલ હતી, માટે જ તેઓ શ્રી જૈન શાસનની સાધુદીક્ષાને સહેલાઈથી પામી શકયા. સાધ્વીએ નિર્દિષ્ટ કરેલ ગુરૂની પાસે એ, સાધ્વીએ ઉચ્ચારેલ ગાથાના અર્થ માત્રને જ જાણવાને માટે ગયા હતા કે દીક્ષા લેવાને માટે ગયા હતા ? પાતે પાતાને ઘેરથી નીકળ્યા, ત્યારે તેમને કલ્પના પણ નહેાતી કે-મારે દીક્ષા લેવાની છે ! પશુ ગુરૂ મહારાજાએ કહ્યું કે એ ગાથાના અર્થ જાણવા હાય, તે સાધુદીક્ષા લઈને વિધિપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરવા પડશે? તે તેઓ તેમ કરવાને પણ તૈયાર થઈ ગયા ને? જૈન સાધુપણાની દીક્ષા લેવી, એ રમત વાત છે? ધન-ધાન્ય, ઘરખાર, કુટુંબ-પરિવાર આદિના જીવનભરને માટે ત્યાગ કરવાના ને ? વિષયસુખની અભિલાષાને પણ તજી દેવાની ને ? કેવળ આજ્ઞાંકિત જીવન જ જીવવાનું ને? એક ગાથાના અથ પણ સમાયા વિના રહી જાય નહિ, તે માટે આટલા મેટા.