________________
પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ
૩૩૧ બન્યા. એ મહાપુરૂષે એવું સામર્થ્ય પ્રાપ્ત કર્યું, પિતાના આત્માનું એવું સામર્થ્ય પ્રગટાવ્યું, કે જેના યોગે એ મહાપુરૂષે પિતાના જીવનકાળમાં ૧૪૪૪ ગ્રન્થની રચના કરી. આજે એ મહાપુરૂષે રચેલા સઘળા ય ગ્રન્થ ઉપલબ્ધ થતા નથી, માત્ર થોડાક જ ગ્રન્થા ઉપલબ્ધ થાય છે, પરંતુ પરંપરાએ એવી વાત ચાલી આવે છે કે એ મહાપુરૂષે ૧૪૪૪ ગ્રન્થની રચના કરી !
એ મહાપુરૂષ આવા સમર્થ બન્યા, તે છતાં પણ તેઓ તે સાધ્વીના ઉપકારને વિસર્યા નથી, કે જે સાધ્વીએ સ્વાધ્યાય કરતાં ઉચ્ચારેલી ગાથાને અર્થ તેમને સમજાયે નહિ હતે. એ જાણતા હતા કે-જે એ સાધ્વીજીએ મને ગુરૂની પાસે મક ન હેત, તે આવું સુન્દર પરિણામ આવત નહિ!” આથી જ, પરમ ઉપકારી આચાર્યભગવાન શ્રીમદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ, પિતાના દરેક ગ્રન્થમાં પિતાને યાકિની -મહત્તરા-સૂનુ' એટલે કે ચાકિની નામની મહત્તા કહેતાં વિશિષ્ટ સાધ્વી–તેના પુત્ર તરીકે ઓળખાવેલ છે.
એ સાધ્વીને આટલે બધે ઉપકાર તેમણે યાદ કર્યા કર્યો, એની પાછળ ઘણાં કારણે છે. એક તે એમાં પિતાની પ્રતિજ્ઞાનું પાલન છે. તે શી રીતિએ ? એમની પ્રતિજ્ઞા એ હતી કે-જેના ઉચ્ચારેલા વચનના અર્થને હું સમજી શકું નહિ, તેને હું શિષ્ય બની જાઉં !” એમને આવી પ્રતિજ્ઞા હતી, પણ સાધ્વીએ તેમને પિતાના ગુરૂની પાસે મોકલ્યા અને સાધ્વીએ કહ્યું હતું માટે તેમણે એ મહાપુરૂષને ગુરૂ તરીકે સ્વીકાર્યા, આથી તેમણે પોતાની પ્રતિજ્ઞા રદ ન જાય એ માટે, પિતાને એ સાધ્વીના પુત્ર તરીકે ઓળખાવ્યા. .