________________
૩૩૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જ નહિ. દરેકે દરેક શ્રમની સફલતા, તેના વિધિની અપેક્ષા રાખે છે. રસોઈ પણ બાઈઓ વિધિ મુજબ કરે છે, માટે તમારે ખાવા લાયક બને છે. બજારમાં-શરાફીમાં તમે વિધિ. મુજબ વર્તે છે, ત્યાં સુધી જ તમારી આંટ જળવાય છે. આમ છતાં પણ, આજે દેવસ્થામાં અને અન્ય ધર્મસ્થાનમાં વિધિ પ્રત્યે બહુ બહુ બેદરકારી આવતી જાય છે. રેજ ધર્મ ક્રિયા કરનારાઓમાં પણ વિધિ પ્રત્યેની બેદરકારી બહુ દેખાય છે. ધર્મસ્થાનમાં ધર્મ બુદ્ધિથી આવનારાઓ પણ ધર્મસ્થાનેમાં કેમ વર્તાય, એ વિધિને જાણવાની પણ ઉપેક્ષા ઘણે અંશે સેવે છે. જ્ઞાન મેળવવાના અથએ પણ વિધિ મુજબ જ્ઞાનાર્જન કરવું જોઈએ, એ વાતને લગભગ ભૂલી ગયા જેવું છે. વિધિને સેવવાનો પ્રયત્ન કરવા છતાં પણ, અવિધિ આચરાઈ જાય તે એ ક્ષન્તવ્ય છે, પણ વિધિ પ્રત્યે બહુમાન જ ન હોય, તે તે ચાલી શકે નહિ. હરિભદ્ર પુરોહિત તે જાણતા હતા કે-જે શાસનના શાસ્ત્રને અભ્યાસ કરે છે, તે શાસનના શાએ, શાસ્ત્રના અભ્યાસને અંગે જે વિધિ દર્શાવ્યો હોય, તે વિધિ મુજબ અવશ્ય વર્તવું જોઈએ. આથી તેઓને ગુરૂમહારાજે પહેલાં દીક્ષિત બનવાની જરૂર બતાવી, તે તેઓ દીક્ષિત બનવાને માટે પણ તૈયાર થઈ ગયા !
શ્રી હરિભદ્ર પુરોહિતે દીક્ષિત બનીને, શ્રી જૈન શાસનના વિધિ મુજબ, શ્રી જિનાગમાદિ જૈન શાસ્ત્રને સારી રીતિએ અભ્યાસ કર્યો. શ્રી જૈન શાસને પ્રરૂપેલાં તના એ સમર્થ જ્ઞાતા બન્યા, એટલું જ નહિ, પણ શ્રી જૈન શાસને પ્રપેલાં તની સુવિકસિત પ્રરૂપણ કરવાને માટે પણ એ સમર્થ