________________
૩૧૫
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના
છે અને એથી ભવ્ય જીવેાને પેાતાના સાચા આત્મિક વિકાસ સાધવામાં તે સૂચની ગરજ સારનારા છે.’
આ ખધું સાંભળીને, એના મિત્રને અસર થાય છે. શ્રી વીતરાગ દેવનું દર્શન કરવાનું તેને મન થાય છે. એને એમ થાય છે કે-વીતરાગના આલખન વિના વીતરાગ મનાય શી રીતિએ ? આથી તે પેાતાના જૈન મિત્રની સાથે શ્રી વીતરાગ દેવના દર્શને જવાને તૈયાર થાય છે.
ત્યાં એના ખીજો મિત્ર આવી પહોંચે છે. એ પણ જૈન નથી. એ પૂછે છે કે-‘ બન્ને જણા સાથે કયાં ચાલ્યા ?’
જૈન મિત્ર એને જવાબ આપે, તે પહેલાં જ આ કહે છે કે—આની સાથે હું શ્રી વીતરાગ દેવના દર્શને જાઉં છું !” નવા આવેલ મિત્ર એકદમ એના હાથ ખેંચે છે, જરા આથે લઇ જાય છે અને તે પછી એને કહે છે કે- આપાથી ત્યાં તે જવાતું હશે? એ તે જેનાએ માનેલ દેવ છે. ગીતાજીમાં શું કહ્યું છે, તેની તને ખબર નથી ? સ્વધર્મે નિયન એય, પણમાં મચાવ:। એમ ગીતાજીમાં કહ્યું છે તે ભૂલી ગયા ? પોતાના ધમમાં મરવું એ સારૂં છે, પણ પરધમાઁના સ્વીકાર કરવા, એ તા એથી પણ વધારે ભયંકર છે; માટે રહેવા દે ત્યાં જવાનું ને ચાલ મારી સાથે !'
આવું સમજાવીને તે બીજો મિત્ર તેને પાતાની સાથે લઈ ગયા. વિવેકનું નામ નહિ અને આગ્રહનો પાર નહિ, ત્યાં આવું અને એમાં નવાઈ નથી. પાછળથી આવેલા જૈનેતર મિત્ર એ વાત સમાવી શકયો નહિ કે–શ્રી વૌતરાગનું દર્શન શા માટે નહિ કરવું? વીતરાગમાં શે। દોષ છે? વીતરાગમાં