________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૩૨૭ આપણે તે રાજપુરોહિત હરિભદ્રની વાત કરતા હતા. તેઓ જે સમયે પેલા પૌષધશાળાના મકાન પાસે આવી પહોંચ્યા, તે વખતે પૌષધશાળામાં રહેલ સાધ્વી સ્વાધ્યાય કરતાં હતાં. સ્વાધ્યાય કરતે કરતે તેઓ આવાચકની “a pi” એવી એક ગાથા છે ત્યાં અને રાત્રિના શાન્ત વાતાવરણમાં એ ગાથાના ઉચ્ચારણને વનિ હરિભદ્ર પુરેહિતના કાન સુધી પહોંચી ગયા. હરિભદ્ર પુરોહિતે એ આખી ગાથા સાંભળી, પણ તેમને એ ગાથાને અર્થ સમજા નહિ અને એ ગાથાને અર્થ સમજાય નહિ, એટલે હરિભદ્ર પુરોહિત ત્યાંના ત્યાં જ થંભી ગયા. જ્યાં સુધી આ ગાથાને અર્થ સમજાય નહિ, ત્યાં સુધી મારાથી એક ડગલું પણ આગળ વધાય નહિ, એમ એમના મનમાં ઉગ્યું. શત્રિ ઘણું વીતી ગઈ હતી અને ઘેર પહોંચવાની ઉતાવળે ચ હતી, પણ કાને સાંભળેલી ગાથાને અર્થ સમજાયા વિના ઘેર જવાય જ શી રીતિએ? વિદ્યાના ઘમંડ સાથે આવી માનસિક જાગૃતિ, એ સામાન્ય વસ્તુ નથી.
સાધ્વીજી જે ગાથા બેલ્યાં હતાં, તે ગાથા કાંઈ બહુ અર્થગંભીર નહોતી, એની ભાષા કે એની રચના વિદ્વાનને ન સમજાય, તેવી પણ નહોતી; પરન્તુ તેમાં ચકવતીઓ આદિની ગણના હતી અને તેને ખ્યાલ નહિ હોવાથી જ, એ ગાથાને અર્થ હરિભદ્ર પુરે હિતને સમજા નહિ.
વિચાર કરતાં, મનન કરતાં પણ જ્યારે હરિભદ્ર પુરેહિતને એ ગાથાને અર્થ સમજાય નહિ, એટલે તે પેલી પધશાળાનું બારણું ઉઘાડીને તેમાં પઠા. અંદર જઈને