________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૩૫
હતા. પેાતાની એ પ્રતિજ્ઞાને એ કાઈ હિસાબે ચૂકે એવા નહાતા. તમને લાગતું હશે કે એ કેટલા બધા ઘમંડી હતા ? પણું એમની હકીકત વિચારો, તા તમને લાગે કે—એમની પ્રતિજ્ઞામાં ઘમ'ડના તત્ત્વ કરતાં પશુ, પાતાના જ્ઞાન ઉપરના પેાતાના વિશ્વાસનું તત્ત્વ વિશેષ હતું! આજના કેટલાક મિથ્યાભિમાનીઓ જેવા એ નહિ હતા. પેાતાના જ્ઞાનનું પેાતાને ભાન હોવા છતાં પણુ, એ શિષ્ય થવાને તૈયાર તા હતા જ ! પોતે માનતાં હતા કે-ગમે તે કઈ પણુ, ગમે તેવું વચન મેલે, તે પણ તે મને સમજાય નહિ–એવું બને જ નહિ; પરન્તુ જો કોઈનું ય વચન મને સમજાય નહિ, તે એ વચનને સમજ્યા વિના હું ઝુંપુ નહિ. જેનું વચન સમજાય નહિ, તેના વચનને સમજવાને માટે તેના શિષ્ય અની જવું જોઇએ, એમ એ માનતા હતા. એમની આ લાયકાત જેવી-તેવી નહાતી.
હવે એક વાર બન્યું એવું કે-તે હરિભદ્ર કોઈ કાર્ય વશ રાજગૃહમાં ગયા હતા. એ રાજપુરાહિત હતા, એટલે એમને રાજગૃહમાં વારવાર જવું પડતું. તે દિવસે રાજગૃહમાં તેમને મહું માડુ' થઈ ગયું. મોડી રાત્રિએ તેઓ પેાતાને ઘેર જવાને માટે નીકળ્યા.
જે રસ્તેથી રાજપુરાહિત હરિભદ્ર રાત્રિના સમયે પસાર થઈ રહ્યા હતા, તે રસ્તા ઉપર એક પૌષધશાળાનું મકાન હતું અને એ મકાનમાં શ્રી જિનશાસનની સાધ્વીઓએ વિદ્યાર કરતાં કરતાં આવીને નિવાસ કર્યાં હતા.
સાધુએ અને સાધ્વીએ રાત્રિના સમયે શું કરે? માત્ર આરામ જ કરે? અથવા આડી-અવળી વાતા જ કર્યાં કરે?