________________
૩૨૩
પહેલો ભાગ શ્રી જિનસ્તુતિ સર્વપ્રધાનતાને આપણે વિચાર કરી રહ્યા છીએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવની મૂર્તિના દર્શનની સાચી ભાવના પણ, મેક્ષ રૂપ ફલને પેદા કરનારા વૃક્ષના બીજની ગરજ સારે છે. મૂળ વાત એ છે કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવ જ સર્વ પ્રધાન હોય છે, એવું એ તારકના જીવનમાંથી, એ તારકેના ઉપદેશમાંથી અને એ તારકેના આકાર આદિમાંથી પણ જણાઈ આવે છે. જે કેઈનિષ્પક્ષપાતપણે, સૂક્ષમ બુદ્ધિથી અને વિવેક પૂર્વક દેવાદિ તત્વત્રયીનું અવલોકન કરે, તેને કબૂલ કરવું જ પડે કે–“સંસારમાં સદા કાળને માટે સર્વ પ્રધાન તો ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ હેચ છે.” સુવિહિતશિરોમણિ, પરમ ગીતાર્થ, આચાર્યભગવાન શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી જૈન દર્શનના સાધુપણાને પામ્યા, તે પહેલાં મિબાદષ્ટિ હતા. માત્ર મિથ્યાદષ્ટિ જ નહિ, પણ ઘેર મિયાદષ્ટિ હતા. ઘોર મિથ્યાદષ્ટિ હવા સાથે, મિથ્યા દર્શનના તે મોટા આધાર રૂપ હતા.વિદ્વત્તામાં એમને જેટે મળવો એ મુશ્કેલ હતું અને પાછા એ રાજમાન્ય હતા. ભગવાન શ્રી જિનેશ્વરના શાસન પ્રત્યે, શ્રી જિનમૂર્તિ પ્રત્યે, એમના હૈયામાં ભારે નફરત હતી. એક તે જબરજસ્ત વિદ્વાન હતા અને પાછા રાજમાન્ય હતા, એટલે એમને જેના પ્રત્યે અણગમો હેય, તેની હાંસી કરતાં એમને રેકે કેણ? એક વાર કેઈ પ્રસંગે ભગવાન શ્રી જિનેશ્વરદેવની મૂર્તિની મશ્કરી કરતાં પણ તે અચકાયા નહતા. આવા ઘેર મિાદષ્ટિને પણ જયારે શ્રી જૈન દર્શન સમજાયું, ત્યારે એમણે ખૂલં ખૂલ્લા કહ્યું છે કે-જગતમાં સર્વ પ્રધાન તે ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ હોય છે. એ મહાપુરૂષે તે,