________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
આડી-અવળી વાતે તે સાધુ-સાધ્વીથી દિવસના સમયે પણ. થાય નહિ. સાધુ-સાધ્વી દિવસના ભાગમાં સયમસાધનાની જરૂરી ક્રિયાઓ કરતાં જે સમય ખર્ચ તેમાં અભ્યાસ કરે અને રાત્રિના ભાગમાં સાધુ-સાધ્વી પાસે દીવા તેા હાય નહિ, એટલે તેઓ સંયમસાધનાની જરૂરી ક્રિયાએને કરીને, જ્યાં સુધી શરીરને ખાસ આરામ આપવાની જરૂર લાગે નહિ, ત્યાં સુધી સ્વાધ્યાય કરે.
પ્રશ્ન॰ સાધુ-સાધ્વીથી દીવા ન વપરાય, તેનું કારણ શું ? અગ્નિકાયના જીવાની રક્ષાને માટે સાધુ અગર સાધ્વી કૃત્રિમ પ્રકાશના કોઈ પણ સાધનના ઉપયાગ કરે નહિ. કૃત્રિમ પ્રકાશ જ્યાં જ્યાં પ્રસાર પામતા હોય છે, ત્યાં ત્યાં અગ્નિકાયના જીવા હાય છે. દીવા સળગાવવા, એ અગ્નિકાયના જીવાની ઉત્પત્તિનું અને એથી એ જીવાની વિરાધનાનું કારણ છે. દીવા કાઈ એ સળગાવ્યો હોય, તેા પણ તેના પ્રકાશમાં સાધુ-સાધ્વી રહે નહિ; કેમ કે–અગ્નિકાયના એ જીવા જ્યાં શરીરને સ્પર્શે, એટલે એ જીવા મરે, અગ્નિકાયમાં જીવા પેદા થયા કરે અને મર્યા કરે. આથી તે સાધુઓને ક્રાઈ વખતે દીપક આદિના પ્રકાશમાં થઈને પસાર થવું જ પડે તેમ હોય, તા તેઓ પેાતાના શરીરને ગરમ કામળીથી ઢાંકી દે છે, કે જેથી અગ્નિકાયના જીવેાનું રક્ષણ થઈ શકે. શ્રી જૈન શાસનમાં જીવન્રયાનું કેવું અનુપમ અને અજોડ પ્રતિપાદન છે, તે આ ઉપરથી પણ સમજી શકાય તેમ છે અને આ ઉપરથી પણ કહી શકાય કે—આવા શાસનના સ્થાપકા જ સવપ્રધાન હાઈ શકે.
૩૨૬