________________
૩૧૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આટલી વાત કરવાથી, સામે જે લાયક હોય અને હઠાગ્રહી ન હોય, તે એને શ્રી વીતરાગની મૂર્તિનું દર્શન કરવાનું મન થઈ જાય. વીતરાગતાને મેળવવાનું મન નિકટભવીને જ થાય; અને વીતરાગતાને પામવાને માટે વીતરાગની મૂર્તિનું દર્શન કરવાની ભાવના પણ નિકટભવીને જ થાય. બાકી જેઓ અભવ્ય હોય, દુર્ભ હોય, બહુલ સંસારી હેય અથવા ભારેકમી હોય-એવા આત્માઓને તે શ્રી વીતરાગની વાત રૂચે જ નહિ. તેઓ તે “યથા વિષે તથા બ્રહ્મા ભાળે છે. પિતાનું નાસ્તિપણું નહિ નિહાળતાં, બીજાને તેવા દેખે છે. એવું લખનારા અને બેલનારા પણ છે કે-નરિતો ઘેર આમ કહીને કેટલાકે જેનેને નિર્દો છે, પણ એ વાત બેટી છે. જેને કદી પણ જ્ઞાનને નિન્દતા નથી. જેને અજ્ઞાનને, મિથ્યાજ્ઞાનને જરૂર નિદે છે એટલે મિથ્યાષ્ટિએને એ પિલાતું નથી. જેને તે આત્મજ્ઞાનના પરમ ઉપાસક છે, એટલે ખરેખરા આસ્તિક છે; પણ મિથ્યાત્વના જોરથી જેની સુન્દર વાતે પણ જેમને ગમતી નથી, તેવાઓ યથેચ્છ પ્રજ૫વાદ કરે છે. જેને તે જ્ઞાનાદિ ગુણોના એવા ઉપાસક છે કે-જગતમાં એની પણ જોડી મળે નહિ. શ્રી જૈન દર્શનમાં
અમુક જ દેવ” “અમુક જ ગુરૂ” અને “અમુક જ ધર્મ” -એમ નથી કહ્યું, પરંતુ દેવ કેવા હોય, ગુરૂ કેવા હોય અને ધર્મ કે હય, એ બતાવીને કહ્યું છે કે-જે કેઈ આવા હેય તે દેવ કહેવાય, જે કઈ આવા હોય તે ગુરૂ કહેવાય અને જે કઈ આવા સ્વરૂપવાળે હોય તે ધર્મ કહેવાય. આમ કહીને, ભગવાન શ્રી જિનેશ્વરદે આદિની દેવતત્ત્વમાં,