________________
પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ
- ૩૧૫ એવા સર્વોત્તમ કોટિના છે કે એ દેવને જે સાચા ભાવે માને, પૂજે, તે પણ સર્વોત્તમ કક્ષાએ પહોંચ્યા વિના રહે નહિ. જે દેવને પૂજવાથી પૂજકને આત્મા એ દેવના જે જ નિર્મલ બને, એવા કોઈ દેવ હોય તે તે શ્રી જિન દેવ જ છે. એ દેવ કેવા હતા? જીતનારને જિન કહેવાય, પણું તે કોને. જીતનાર? માત્ર બાહ્ય શત્રુઓને જીતનાર, આન્તર શત્રુઓથી તે પરાજય પામી રહ્યો છે, એટલે એ જીતનાર જ નથી. આન્તર શત્રુઓને જીતે, તે જિન. એ દેવે કોઈને સંહાર કર્યો નથી, આખી દુનિયાના વિષયને લાત મારી છે, શાને છેડી દીધાં છે, આત્મકલ્યાણનાં જ શાસ્ત્રને નિરૂપ્યાં છે અને સાચું જ્ઞાન આપીને જગતનો ઉદ્ધાર કર્યો છે. આત્મજ્ઞાન આપવાથી આપનાર, લેનાર, સાંભળનાર, સંભળાવનારને બેડો પાર થઈ જાય છે. આવી રીતિએ સમજાવાય, તે સામા ઉપર અસર થઈ જાય ને? “કોના દર્શને જાઓ છે?”-એ પ્રશ્નના જવાબમાં “શ્રી જિનના દર્શને” કહેવાય, એ જિન શબ્દ જ વસ્તુતત્વને સમજાવવાને સમર્થ છે. પછી જિનની વ્યાખ્યા કરાય. એ પછીથી સમજાવાય કે પ્રભુએ આત્મજ્ઞાન આપ્યું છે, માટે પ્રભુ પ્રધાન છે. જેમની પાસે સ્ત્રી, માળા, ચક્ર આદિ રાગ, દ્વેષ કે અજ્ઞાનનું કોઈ પણ ચિહન નથી, એવા આ દેવ છે. એવાં ચિહુને પરમાત્માને ન છાજે, પામરાત્માને છાજે. ત્યાં મેજમજાહની વાત નથી. કશુંએ ઉત્પાત થાય, એવું વાતાવરણ નથી. કર્મની સજા કેમ ભેગવાય છે, તેમાંથી રજા કેમ મળે, છૂટા કેમ થવાય,-એવી એવી વીતરાગતાને પમાડનારી વાતને જ ત્યાં સાક્ષાત્કાર છે.”