________________
પહેલે ભાગ શ્રી જિનસ્તુત
૩૧૩ તારકેનું શાસન પણ સર્વ પ્રધાન જ છે. વીતરાગ અને સર્વમાં પણ પ્રધાન એવા એ તારકે જે કહે, તેની તુલનામાં બીજા કેઈએ પ્રરૂપેલ ધર્મતત્ત્વ આવી શકે જ નહિ. તિશ્ચરે ઘણા છે, પણ તમામ જ્યતિથ્થરમાંથી કેઈપણ સૂર્યની હેડ કરી શકતો નથી, કરી શકે નહિ, કરી શકે તેમ નથી, તેમ ભગવાન શ્રી જિનેશ્વર-પ્રરૂપિત ધર્મતત્વની અનુપમતાને વિચારતાં, શ્રી જૈન દર્શનની હેડ પણ કોઈ દર્શન કરી શકે તેમ નથી, એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવે પોતે પ્રરૂપેલા દર્શનની રૂઈએ પણ સર્વ પ્રધાન જ કરે છે. જે તારકેની વિતરાગતા દુનિયાને આદર્શ બની, જે તારકોએ પ્રરૂપેલું દર્શન રાગના ખાડામાં ગબડી રહેલી દુનિયાને અધિક ઉડે ગર્તામાં પડતાં અટકાવે છે અને એની અંદર પડેલી દુનિયાને બહાર કાઢે છે, આવા દેવની હેડમાં કેણ ઉભું રહી શકે ? અરે, શ્રી વીતરાગની મૂર્તિના દર્શનની અનુમોદના માત્ર પણ જો સાચા ભાવે થઈ જાય, તે પણ આત્માને સંસાર કપાઈ જાય ! એવા ભગવાન શ્રી જિનેશ્વરદે જ સર્વ પ્રધાન હોઈ શકે, એવા ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ સર્વપ્રધાન કહેવાઈ શકે, એમાં નવાઈ પામવા જેવું કાંઈ નથી.
ભગવાન શ્રી જિનેશ્વરના દર્શને એક જૈન જઈ રહ્યો છે. એને રસ્તામાં એના એક મિત્રને ભેટ થઈ જાય છે. એ મિત્ર જૈન નથી. એ પૂછે છે કે-ક્યાં જાય છે?'
દર્શને જનાર કહે છે કે હું ભગવાનના દર્શને જાઉં છું.”
મિત્ર પૂછે છે કે-“ભગવાનના દર્શને? ભગવાનને શે ઉપકાર છે કે ભગવાનના દર્શને જવું?”