________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૩૧૯ દોષ છે-એમ તે કહેવાય નહિ અને કદાચ કહે તે એ વાત ઉભી રહી શકે નહિ, એટલે એણે જુદી જ રીતિએ વાત કરી. એણે જે વાત કરી, તે વાત પણ જે જૈન મિત્ર સાંભળી શકે અને તેને ખૂલાસે આપી શકે–એવી રીતિએ કરી હોત, તે કદાચ પરિણામ જુદું જ આવત, કેમ કે-ચપ નિધ એય, ઘાઘ મચાવ:” એ બે ચરણેનો સાચે અર્થ શ્રી જૈન શાસનને અનુકૂળ છે. એ ચરણને વાસ્તવિક અર્થ જેઓને વિચાર હોય, તેઓ માટે તો આપણી પાસે સીધી વાત છે. આત્માને ધર્મ એ જ આત્માને માટે સ્વધર્મ છે, અને પુગલ એ આત્માથી પર હોવાથી, આત્મા અને પુગલ ભિન્ન ભિન્ન હવાથી, આત્મા ચેતન છે અને પુગલ તે જડ છે, એટલે પુગલને જે ધર્મ, તે આત્માને માટે પરધર્મ છે. ધર્મ એટલે શું? વસ્તુને સ્વભાવ એ ધર્મ છે, એટલે આત્માનો સ્વભાવ એ આત્માનો ધર્મ અને જડનો સ્વભાવ એ જડનો ધર્મ. આટલું સમજીને પેલાએ કહેલા ગીતાના ચરણનો અર્થ વિચારે. સ્વધર્મમાં એટલે કે આત્મમંમાં રમમાણ રહેતા, ત્યાગ-વૈરાગ્ય-જ્ઞાન-ધ્યાન-શત-પજાપ-તપ-સંયમાદિમાં રત રહેતાં જે મરણ પણ થાય, તે પણ તે શ્રેષ્ઠ છે-કલ્યાણકારી છે; પરન્તુ “આ મારી બય, આ મારી હવેલી, આ મારે પુત્ર” કરતાં કરતાં, “મા” “મારું” કરતાં કરતાં, અર્થાત્ હાયય કરતાં, એટલે કે-આત્મા માટે એ પગલિક ભાવ રૂપ પરધર્મમાં જવું એ ભયાવહ છે, કારણ કે–તે દુર્ગતિદાયક છે. આત્મા પોતાના ધર્મમાં જ રમત રહે અને પરધર્મ એટલે જડના ધર્મનો છાંયે ન લે,