________________
૩૧૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા સાથે જ લઈને આવેલા એ તારકેના આત્માઓ, માતાના ગર્ભમાં અને ઘરમાં પણ જ્ઞાનપ્રધાન જીવનને જીવનારા હેય છે. એ તારકેના ગૃહવાસ દરમ્યાન પણ, એ તારકેની એક પણ પ્રવૃત્તિ એવી હતી નથી, કે જે પ્રવૃત્તિને અનુચિત કહી શકાય. આ પછી, એ તારકે જ્યારે સંસારને ત્યાગ કરીને સંયમને સ્વીકારે છે, ત્યારે પણ તેઓ અન્ય કેઈના ઉપદેશથી સંયમને સ્વીકાર કરતા નથી. એ તારકેને સંયમમાં પ્રવર્તવાને માટે કે સંયમમાં પ્રવર્તમાન રહેવાને માટે, ગુરૂની આવશ્યકતા હોતી જ નથી. એ તારકે પિતાના વિવેકબળે જ સંયમને પામે છે, પોતાના વિવેકબળે જ સંયમને આરાધે છે અને પોતાના સત્ત્વને પિતાના વિવેકથી જ વિકસાવીને ચાર ઘાતી કર્મોને ક્ષય કરવા દ્વારા વીતરાગપણાને અને સર્વપણાને પ્રગટાવે છે. એ તારક સૌને આધાર બને છે, પણ કેઈના ય આધારને એ તારકે ગ્રહણ કરતા નથી. આમ વીતરાગ અને સર્વજ્ઞ બન્યા પછીથી, એ તારકે ધર્મતીર્થ ની સ્થાપના કરે છે. બીજા કેઈ પણ આત્માઓ આવી રીતિએ વીતરાગ અને સર્વજ્ઞ બની શકતા નથી અને ભગવાન શ્રી જિનેશ્વદેવેના આત્માઓ સિવાય અન્ય કઈ પણ આમા તારક ધર્મતીર્થની સ્થાપના કરવાને માટે સમર્થ બની શક્તિ નથી. ધર્મતીર્થની સ્થાપના કર્યા પછીથી, ભગવાન શ્રી જિનેશ્વરદે, પિતે સદેહે જીવે ત્યાં સુધીને માટે રોજ બે પ્રહર જેટલે સમય એટલે આશરે છ કલાક જેટલો સમય ધર્મદેશના આપે છે, એ ધર્મદેશનાના પ્રતાપે, અનેકાનેક આત્માઓને પિતાના સ્વરૂપનું ભાન થાય છે, એથી પિતાના