________________
૩૦૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને વસ્તુઓ અથવા વિગતે શોધી કાઢવી જોઈએ, કે જે માત્ર ભગવાન શ્રી જિનેશ્વરદેવામાં જ સંભવે અને એ તારક સિવાયના કેઈમાં પણ સંભવે નહિ. એ માટે જ, આપણે એ તારકની સર્વ જીવેને શાસનના રસિક બનાવી દેવા સંબંધી ભાવનાની વાત કરી અને હવે આપણે એ તારકેથી થતા એ ભાવનાના અમલની વાત કરવી છે. તમે જાણતા તે હશો જ કે- દરેકે દરેક ભગવાન શ્રી જિનેશ્વરદેવ ધર્મતીથની સ્થાપના કરે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવ સિવાયને કઈ પણ આત્મા તારક ધર્મતીર્થની સ્થાપના કરે છે ખરે? નહિ જ. મિથ્યાદષ્ટિ છતાં અમુક અમુક શક્તિઓને પામેલાઓ પોતપોતાના તીર્થની સ્થાપના કરે છે, પણ વસ્તુતઃ એ તીર્થ એ તીર્થ હેતું નથી. અન્યતીથિકનું તીર્થ, એ તીર્થ કહેવાતું હેવા છતાં પણ કુતીર્થ છે, કારણ કે એનામાં આત્માને પરિપૂર્ણ પણે તારવાની શક્તિ નથી અને એની મમતામાં ફસેલાઓને કૂબાવવાની એની શક્તિ છે. તીર્થને સ્થાપક પતે તીર્થ રૂપ બન્યું ન હોય, તર્યો ન હોય, તે એનું સ્થાપેલું તીર્થ બીજાઓને તારનારૂં બને જ શી રીતિએ? પતે તર્યા વિના, કઈ પણ આત્મા સ્વતંત્રપણે તારક માર્ગને દર્શાવી શકે, એ શક્ય જ નથી. અન્ય તીર્થોના સ્થાપકો પોતે તર્યા નહિ હેવાથી, તેઓએ તીર્થના નામે પણ અનેક હિંસાત્મક વિધાને કર્યા છે. ત્યાગ બતાવ્યું હોય, પણ તેમાં ય માર્ગ એવો ચી હોય કે એમાં રહેલે ત્યાગી અનેક જીવેને ભક્ષક બને. કેમ? જીવેની ક્યાં ક્યાં હયાતિ છે, એનું જ્ઞાન જોઈએ ને? ફળ-કુલ, લીલ-સેવાળ આદિને ખાવાનું વિધાન કોણ કરે?