________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને સુખમાં મગ્ન રહેનાર બને, પણ એ ભાવનાને સફલ કરવાને માટે ભાવના એ ભાવી કે ક્યારે મારામાં એવી શક્તિ આવે, કે જે શક્તિના ગે હું જગતના જીવ માત્રને શાસનના રસિક બનાવી દઉં !” આવી ભાવના ઉત્કૃષ્ટપણે એ તારકેના આત્માએમાં જ પ્રગટે છે. અન્ય આત્માઓમાં જગતના જીવ માત્રના હિતની ચિન્તા પ્રગટેએ શક્ય છે; સર્વ જી શ્રી જિનશાસનને પામે તથા સેવે તે સારું, એમ પણ બીજા આત્માએના અન્તઃકરણમાં ઉગે એ શક્ય છે; પરન્તુ “ક્યારે હું એ શક્તિશાળી બનું, કે જેથી જગતના જીવ માત્રને શ્રી જિનશાસનના રસિક બનાવી દઉં! –આવી ભાવનામાં ઉત્કૃષ્ટપણે તરળ અન્ત:કરણવાળા બની જવાની શક્યતા છે, ભગવાન શ્રી જિનેશ્વરના આત્માઓ સિવાય અન્ય કેઈપણ આત્માને માટે શક્ય નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવને સર્વપ્રધાન તરીકે સ્તવવામાં, એ તારકોના આત્માઓમાં, એ તારકના અનિતમ ભવથી ત્રીજા ભવમાં પ્રગટતી, આ દયાપૂર્ણ ભાવના પણ એક મેટા કારણ રૂપ છે. ઉત્તમ આત્માઓમાં પરે પકારની ભાવના અવશ્ય પ્રગટે. જે આત્મામાં પરોપકારની ભાવના નથી, અન્ય જીના હિતની ચિન્તા જે આત્માઓના અન્તઃકરણમાં પ્રગટી નથી,એવા આત્માઓને “ઉત્તમ આત્માઓ કહી શકાય જ નહિ. અન્ય જીવના હિતની ચિન્તા તે ખરી, પણ તે કામચલાઉ દુઃખનિવારણની કે અલ્પકાલીન અથવા પરિણામે દુઃખ પમાડે એવા સુખની પ્રાપ્તિની પણ ચિન્તા નહિ. સદાનું દુઃખ જાય અને સદાને માટે નિર્દોષ સુખના ભક્તા બને, એવી હિતચિન્તા! જગતને જીવ માત્રને માટે આવી હિત