________________
૨૮૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ચાલી રહેલી સ્તવનામાં સૂર પૂરીએ છીએ અને ઈચ્છીએ છીએ કે એ તારકની જેમ આપણને પણ એવું અસંગપણું વહેલામાં વહેલી તકે પ્રાપ્ત થાય !”
૮. ભગવાનની અચ્ય તરીકે સ્તવના
ભગવાન શ્રી જિનેશ્વરદેવોની સર્વપ્રધાનતાઃ
નવાંગી ટીકાકાર-આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ, આ શ્રી ભગવતીજી સૂત્રની ટીકાનું ભગીરથ કાર્ય શરૂ કરતાં, મંગલાચરણ કર્યું છે અને આ મંગલાચરણના પહેલા લેકમાં સઘળા ય ભગવાન શ્રી જિનેશ્વરની સ્તુતિ કરી છે. ટીકાકાર પરમર્ષિએ અહીં ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સ્તુતિ કરતાં, પન્દર વિશેષણે વાપર્યા છે. અહીં આપણે હજુ તે મંગલાચરણના પહેલા લેકમાં જ છીએ. એ પંદર વિશેષણે વિષે જ આપણે વિચારી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે સર્વસ, ઈશ્વર, અનન્ત અને અસંગ-એમ ચાર વિશેષણેના સંબંધમાં વિચાર્યું. હવે પાંચમું વિશેષણ છે,અધ્ય. અચ્ચને અર્થ ? શા મવમ તિ અal સૌથી આગળ પડતી વસ્તુ અગર તે વ્યક્તિને માટે આવું વિશેષણ વાપર્યું હોય, તે જ તે સાર્થક ગણાય. આ વિશેષણ પ્રધાનતાનું સૂચક છે. ટીકાકાર આચાર્યભગવાન, ભગવાન શી જિનેશ્વરદેવને અહીં “સર્વ પ્રધાન તરીકે સ્તવે છે, કેમ
ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ સર્વ પ્રધાન હોય છે અને ટીકાકાર આચાર્યભગવાન ભગવાન શ્રી જિનેશ્વરદવેને સાચા