________________
૯૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને શ્રી જિનેશ્વરદેવે પમાયા પછી તે, “જિન” “જિન” રટણ થઈ રહ્યું હોય. રાવણ જ્યારે સીતાજીને ઉપાડી ગયા, ત્યારે સીતાજીના હૈયે રામને જ વાસ હતું તેમ જૈનપણાને પામેલ
હરાજાની કેદમાં હેય, તો ય તેના હેયે ભગવાન શ્રી જિનેશ્વરદેવને જ વાસ હોય. ચાતક મેઘ માટે તલસે, તેથી પણ અધિક જિનપ્રીતિ હેવી જોઈએ. ઘણે ભાગે એવું છે કે–તમને ભગવાન શ્રી જિનેશ્વરદેવે મળ્યા છે ખરા, પણ તમે એ તારકને પામ્યા નથી. ભગવાન ઓળખાઈ જાય અને પમાઈ જાય, તે પછી બધી જ ગૂંચવણો ઉકેલ આવી જાય. પછી એ તારકેની આજ્ઞાને સમજવા અને સાંભળવા આદિની વાત સિવાયની વાતમાં કશે રસ આવે નહિ. એમ જ થયા કરે કે-“આમને આરાધીને મારે આમના જેવા જ બની જવું છે !'
તમને ભગવાન શ્રી જિનેશ્વરદેવે જેવા સર્વપ્રધાન બનવાની ઈચ્છા તો ખરી ને? માણસે જેવી સ્થિતિમાં સુખની કલ્પના કરી હોય, તેવી સ્થિતિવાળા બનવાની માણસની ઈચ્છા હોય. એવા બની શકાય એવું નથી–એમ લાગતું હોય, તે પણ હૈયામાં ઉડે ઉડે ય એમ થાય કે આપણે એવા બનીએ તે સારૂં! માણસમાં સ્વાભાવિક રીતિએ ઉન્નતિની ચાહના હોય છે. વિવેક હોય તે ઉન્નતિની કલ્પનામાં અને ઉન્નતિના આશયમાં ભેદ પડે, પણ સૌને પિતાની ઉન્નતિની ચાહના છે, એ તે મતભેદ વિનાની વાત છે. તમે પણ તમારી ઉન્નતિને ઈડે જ છે, પણ તમે શામાં તમારી ઉન્નતિ માની છે? ધનાદિકના રોગમાં તમે તમારી ઉન્નતિ માની છે અને એથી તમે એ પ્રકારની ઉન્નતિને મેળવવાના આશયથી પ્રયત્નશીલ