________________
પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ
૨૯૭
આવા દેવ મળવા છતાં પણ, આપણે જો આવા દેવને પામીએ નહિ, અંતરમાં સ્થાપીએ નહિ, સવપ્રધાન તરીકે પિછાનીએ નહિ, તેા આપણેા આત્મા કેવેાક ભારે ગણાય ? ભગવાન શ્રી જિનેશ્વરદેવાની આજ્ઞાની આરાધના કર્યા વિના કલ્યાણુ નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવાની આજ્ઞાની આરાધના કરવાને માટે, એ તારકાની આજ્ઞાની સમજ મેળવવી જોઈએ, તમને લગવાન શ્રી જિનેશ્વરદેવાની આજ્ઞાને સમજવાની કાળજી કેટલીક છે? જો એ તારકાની આજ્ઞાને સમજવાની પણ પૂરી કાળજી ન હોય, તે એ તારકાની આજ્ઞાને આરાધવાની કાળજી તા હોય જ કચાંથી ? ભગવાનની આજ્ઞાને સમજવાને માટે આવાં સૂત્રાનું શ્રવણુ અને મનન નિર ંતર કરવું જોઇએ ને ? કેટલાકાને તે સૂત્રાની વાતા સાંભળવામાં ય કંટાળા આવે છે; પછી સમજવાની, વિચારવાની અને આચરવાની વાત તે રહી જ કયાં ? દુનિયાની વિકટમાં વિકટ સમસ્યાઓને પણ સમજવાના–ઉકેલવાના પ્રયત્ન કરતાં કંટાળા નથી આવતા અને અહીં કંટાળા કેમ આવે છે? કારણ એક જ કે-ત્યાં રસ છે, પ્રેમ છે; અહીં તે નથી. જો તમારા હૃદયમંદિરમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવ ભગવાન શ્રી જિનેશ્વરદેવ તરીકે વસ્યા હોય, તે સૂત્રશ્રવણના પ્રેમ હોય ને ? હૃદયમાં આ ધ્રુવ વસે કચારે ? આ દેવનું સ્વરૂપ અને આ દેવની આજ્ઞાએ સમજાય ત્યારે ને ? ભગવાન શ્રી જિનેશ્વરદેવાની આજ્ઞા સમજાઈ જાય, તા એક પણ કલેશ ઉભેા રહી શકે નહિ. પછી તેા એ દશા પણ આવે કે-એ તારકની આજ્ઞાનું પાલન કરવાની વાતમાં તમે ન જૂઓ ધનની સામે કે ન ાએ પ્રાણુની સામે ! ભગવાન