________________
-
--
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાનો દયાપૂર્ણ અને વિવેકપૂર્ણ એવી ઉત્કટ કેનિી
-ભાવનાને અંગે પણ સર્વપ્રધાનતાઃ કે ભગવાન શ્રી જિનેશ્વરનાં ચરિત્રને જો તમે અભ્યાસ કરો, તે તમને જણાયા વિના રહે નહિ કે એ તારકેના આત્માઓ સર્વ દિશામાં સારી રીતિએ પ્રધાન હોય છે. સંસારિપણે પણ એ તારકેના આત્માઓ પ્રધાન હોય છે અને કેવલી અવસ્થામાં પણ એ તારકના આત્માઓ પ્રધાન હોય છે. આભ્યન્તર ત્રાદ્ધિની અપેક્ષાએ પણ એ તારકેના આત્માઓ પ્રધાન હોય છે અને બાહ્ય ઋદ્ધિની અપેક્ષાએ પણ એ તારકેના આત્મા પ્રધાન હોય છે. ભોગમાં પણ પ્રધાનતા અને ત્યાગમાં પણ પ્રધાનતા, એ એ તારકના આત્માની વિશિષ્ટતા છે. એ તારકનું ભોગસુખ એવું કે-એને જેટ મળે નહિ અને સાથે જ એ તારકેને વિરાગ પણ એ કે-એને જેટ મળે નહિ. એ તારકના આત્માની પ્રધાનતા અનાદિકાલથી હોય છે, એ વાત તે આપણે વિચારી આવ્યા છીએ. એ તારકેનું અન્ત:કરણ જેવું દયાપૂર્ણ બની શકે છે, તેવું ચાપૂર્ણ અન્તઃકરણ અન્ય કઈ પણ આત્માઓનું બની રાતું જ નથી. એ તારકેના આત્માઓ જે ભવમાં મેક્ષને પામવાના હોય છે, તે ભવથી ત્રીજા ભવે તે એ તારકેનું અન્તઃકરણ દયાભાવની પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. જગતને એક પણ જીવ, એ તાશ્કના દયાભાવમાંથી બાકાત રહે તે નથી. એ સૂચવે છે કે-એ કાળે એ તારકેના આત્માઓમાં સંસારના એક પણ જીવ પ્રત્યે દ્વેષભાવ અથવા દુર્ભાવ હતો નથી. દયાભાવ ત્યારે જ આવી શકે, કે જ્યારે દ્વેષભાવ અગર