________________
પહેલા ભાગ-શ્રો જિનસ્તુતિ
૩૦૧
ખાસીયતનેા-ક્રૂર પ્રકૃતિના અંશે ય ન હોય, જગતમાં અહિંસકભાવ વ્યાપી જાય, તા મમતાના વાવટા નક્કે, પણ સમતાને શાંત-પ્રશાંત વિજયધ્વજ લહરે; લડાઇ–ઝઘડા ન રહે, પણ મિત્રતાનાં આચરા આચરાય. .આજે આવાં શાસ્ત્રાના આદર પણ તેવા કેાઈ કિસ્મતના ચેાગે આછે છે, તા પછી એના અભ્યાસની તા વાત જ શી ? આને રસથી સાંભળવાની વૃત્તિવાળા પણુ ગણત્રીના જ રહ્યા છે. આવી દશામાં ભગવાન શ્રી જિનેશ્વરદેવાની સાચી ઓળખ થાય શી રીતિએ ? શસ્ત્ર જેવાં શાસ્રાના શેખ વધી ગયા અને આત્મજ્ઞાન કરાવનારાં શાસ્ત્રનું શ્રવણ પણ લગભગ મધ જેવું થઈ ગયું, એટલે પૌદ્ગલિક ઉન્નતિ એ સાચી ઉન્નતિ નથી અને આત્મિક ઉન્નતિ એ જ સાચી ઉન્નતિ છે એવા ખ્યાલ પૈદા થાય શી રીતિએ એ વિના ભગવાન શ્રી જિનેશ્વર ઢવા સપ્રધાન હેાવા છતાં પણ, એ તારકા જ સપ્રધાન છે-એવું સમજાય શી રીતિએ અને એ વિના એ તારકાના જેવી દશાને પામવાનું મન પણ કયાંથી થાય ? ભગવાન શ્રી જિનેશ્વરદેવાના શાસનની સામગ્રી તમને મળી છે, છતાં પણ તમને ‘મારે જિન બનવું છે'એમ જે ન થતું હોય, તા તેનું કારણ આ જ છે ને? આત્માનું લક્ષ્ય આવે, આત્માનું સ્વરૂપ કેવું છે-તે સમજાય, આત્માના સ્વરૂપને પ્રગટાવવાના માર્ગનું ભાન થાય, તા તા ભગવાન શ્રી જિનેશ્વરદેવા જ સવ પ્રધાન છે' એવું સમજાયા વિના પણ રહે નહિં અને ‘મારે હરકોઇ પ્રયત્ને એ તારકાના જેવા જ ખનવું છે’-એવી ભાવના પેદા થયા વિના પણ રહે નહિ.
'