________________
પહેલે ભાગ-બી જિનસ્તુતિ
૨૯૫ તે તે ભગવાન શ્રી જિનેશ્વરદે જ સર્વ પ્રધાન છે એમ માને. વીતરાગ અને સર્વજ્ઞ બનેલા એવા પણ આત્માઓ કરતાં, ભગવાન શ્રી જિનેશ્વરદેવે પ્રધાન હોય છે, તે પછી રાગ-દ્વેષમાં ફેસેલાઓ અને અજ્ઞાન આદિ દોષથી ભરેલાઓની સરખામણી ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સાથે કેમ જ થઈ શકે? જૈન એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવને ઉપાસક, એ તારકોને સેવવામાં ગૌરવ માનનાર, એ વળી એવી સરખામણી કરે ખરે? કહો કે- જૈનપણને પામેલો તે કદી પણ એવી સરખામણી કરે નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવ મળી તે ગયા છે
- તમે એમને પામ્યા છે ખરા? તમે જેન છે ને? તમે કહેવાએ તે જૈન; પરન્તુ તમે જૈન પણાને પામેલા છે, એ માટે જૈન છે કે જેનકુળમાં જગ્યા છે, એ પૂરતા જ જેન છે? તમારા પુણ્યદયે તમને જૈન કુળમાં જન્મ મળી ગયો છે, તમારે જન્મ જૈનકુળમાં થવાથી તમને જૈનપણાને પામવાની સુંદરમાં સુંદર તક મળી ગઈ છે, આવી સુંદર સામગ્રીને પામેલે જીવ, જેનપણને બહુ જ સહેલાઈથી પામી શકે, એટલે તમે જેનપણને પામ્યા છો કે નહિ? તમને ભગવાન શ્રી જિનેશ્વરદેવને દેવ તરીકે માનવા -પૂજવાનું તે મળી ગયું છે, પણ તમે એ તારકેને પામ્યા છે કે નહિ–આ વસ્તુ બરાબર સમજે. ભગવાન શ્રી જિનેશ્વર દેવેની વાતમાં, “આ અમારા દેવ”-એમ સામાન્યતઃ તમે માને છે પણ ખરા અને બેલો છે પણ ખરા, પણ એ પ્રતાપ