________________
૨૯૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જોઈએ. ભગવાનની આવી એળખ થયા વિના, સમ્યગ્દર્શન ગુણ છેટે છે. સમ્યગ્દર્શન ગુણ, એ જ વસ્તુતઃ સર્વ ગુણેની જડ છે. ગુણનું કાંઈક પણ, આછું આછું ય પણ સાચા રૂપનું પ્રગટીકરણ, ક્યારે થાય છે? જ્યારે આત્મા સમ્યગ્દર્શન ગુણની સન્મુખ દશાને પામે છે, ત્યારે જ ! એ વિના કહેવાતા ગુણે પણ પ્રાયઃ દેશની ગરજ સારના હોય છે. સમ્યગ્દર્શન ગુણ આવે, એટલે તે ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ સર્વપ્રધાન છે એમ લાગે. પછી ગમે તેની સરખામણી એ તારકેની સાથે કરવાનું મન થાય નહિ. આજ કાલ તો કેટલાક મૂર્ખાઓ સામાન્ય માણસની પણ સરખામણી ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સાથે કરે છે. મિથ્યાત્વના ગે મેહમાં મુંઝાઈ રહેલા અને અજ્ઞાનમાં સબડી રહેલા આત્માઓને ભગવાન શ્રી જિનેશ્વરદેવની સાથે સરખાવવાની દુબુદ્ધિ, કેનામાં પ્રગટે ? મિથ્યાત્વથી ઘેરાએલા અને એથી ભગવાન શ્રી જિનેશ્વરદેવને નહિ પિછાની શકેલા આત્માઓ જ એવી ભૂલ કરે ને? જેનો તે એવી ભૂલ કરે જ નહિ અને જે એવી ભૂલ કરનારાઓ પોતાને જેન તરીકે ઓળખાવતા હોય અગર લોકો તેમને જૈન તરીકે ઓળખતા હોય, તે કહેવું પડે કે-“એમના બાપા, વિગેરેમાંથી કોઈ જૈન હશે અને એમના વંશમાં એ જન્મેલા હોઈને જૈન કહેવાતા હશે, પુરતુ એ ખરેખર જૈન નથી. જૈન શબ્દ બન્યો ક્યાંથી? જિન શબ્દ વિના જૈન શબ્દ બને નહિ. જિનને જિન તરીકે માનીને, એ તારકોને સાચા ભાવે જે સેવનારે ન હોય, તે જૈન કહેવાય નહિ. શ્રી જિનને જે જિન તરીકે માને, સમજે,