________________
૨૯૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
દેવો જ સર્વ પ્રધાન છે. “જકારને ભગવાન શ્રી જિનેશ્વરવોની સાથે પણ જી શકાય અને પ્રધાન શબ્દની સાથે પણ એજી શકાય; પણ જેવો અર્થ સૂચવવો છે, તેવા અર્થને સૂચવવાને માટે “જકારને ભગવાન શ્રી જિનેશ્વરદેવોની સાથે જ જ, એ વ્યાજબી છે. એ જ સંગત છે, સુસંગત છે. જકારને ભગવાન શ્રી જિનેશ્વરદેવોની સાથે જવામાં આવે, એટલે તેવા પ્રકારના પ્રાધાન્યને અભાવ, એ તારકે સિવાયનાઓમાં સિદ્ધ થાય છે; અને પ્રધાન શબ્દની સાથે
જ'કારને જવાથી પ્રાધાન્યને ભગવાન શ્રી જિનેશ્વરદેવોમાં સંબંધ સિદ્ધ થાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવો પ્રધાન જ હોય છે – એમ કહેવાથી, એ સિવાયના કેઈ પ્રધાન હતા જ નથી–એવો અર્થ એકદમ તારવી શકાય નહિ; જ્યારે “ભગવાન શ્રી જિનેશ્વરદેવો જ પ્રધાન હોય છે –એમ કહ્યું, એટલે એ સિવાયના કેઈ તેવા પ્રધાન હતા નથી, એમ સીધું સ્પષ્ટ થઈ જાય છે. અહીં સિદ્ધિહેતુ કર્યો છે? ભગવાન શ્રી જિનેશ્વરદેવોમાં પ્રધાનતા હોય છે-એવું સૂચવવા પૂરતું જ હેતું નથી, પણ જેવી પ્રધાનતા ભગવાન શ્રી જિનેશ્વરદેવોમાં હોય છે, તેવી પ્રધાનતા અન્ય કેઈમાં પણ હોતી નથી–એવું સૂચન કરવાને હેતુ છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવો એવા પ્રધાન છે કે-એ તારકેની પ્રધાનતાની સરખામણીમાં, કેઈની પણ પ્રધાનતા આવી શકે જ નહિ. અન્ય આત્માઓ ગમે તે પ્રકારે અને ગમે તેટલા પ્રમાણમાં પ્રધાનતાવાળા હોય, તે પણ તેઓ કોઈ રીતિએ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની તોલે આવી શકે જ નહિ. જગતમાં જેના જેના યોગે, ખરેખર પ્રધાનતા