________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૨૯૧
થઈ નથી, તેમને તે, એ તારક સર્વપ્રધાન હોવા છતાં પણ સર્વપ્રધાન લાગે નહિ તે તે સ્વાભાવિક છે ને ? સાચી ઓળખ થયા વિના, સારામાં સારા પણ સ્થાને સાચે સમર્પણભાવ આવવા પામે, એ બનવાજોગ વસ્તુ નથી. જેને ઓળખ નથી, તે તે સારામાં સારા સ્થાનની પણ અવગણના કરે, તે તે ય સ્વાભાવિક છે; તેમ જ તે ખરાબમાં ખરાબ સ્થાનને ય સારામાં સારું સ્થાન માનવાની ભૂલ કરે, તે તે પણ સ્વાભાવિક છે. ટીકાકાર આચાર્યભગવાનને તે ભગવાન શ્રી જિનેશ્વરદેવોની સાચી ઓળખ થઈ હતી, એટલે એ મહાપુરૂષે ભગવાન શ્રી જિનેશ્વરદેવોને સર્વજ્ઞ આદિ તરીકે સ્તવવાની સાથે સર્વ પ્રધાન આદિ તરીકે પણ સ્તવ્યા છે. અન્ય શ્રી જિનેશ્વરથી પ્રધાને ય નહિ ને સમાને ય નહિ?
ભગવાન શ્રી જિનેશ્વરદેવોનું સ્વરૂપ જ એવું હોય છે કે-જે કેઈએ તારકેના સ્વરૂપને સાચા રૂપમાં પિછાની શકે, તેઓ એ તારકોને સર્વ પ્રધાન માન્યા વિના રહી શકે જ નહિ. કઈ કહે અને એથી એ માને-એમ નહિ અથવા ભગવાન કહે કે-હૂં મને સર્વ પ્રધાન માન અને એથી એ એ તારકેને સર્વપ્રધાન માને–એમ પણ નહિ, પરંતુ જેને ભગવાન શ્રી જિનેશ્વરદેવોના સ્વરૂપની સાચી ઓળખ થઈ જાય, તે એ તારકેને સર્વ પ્રધાન માન્યા વિના રહી શકે જ નહિ. એનું અન્તઃકરણ જ પોકારે કે-જગતમાં સાચી રીતિએ સર્વપ્રધાન તરીકે ઓળખાવાને લાયક, સ્તવાવાને લાયક, પૂજાવાને લાયક આ જ હોઈ શકે ! બીજા નડિ જ !” ભગવાન શ્રી જિનેશ્વર