________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
:
૨૮૯
રૂપમાં ઓળખી શક્યા હતા! “ભગવાન શ્રી જિનેશ્વરદે જ સર્વપ્રધાન હોય છે એ નિર્ણય કર્યો આત્મા કરી શકે? વિવેકી આત્મા કે અવિવેકી આત્મા ? કહે કે-વિવેકી આત્માઓ જ “ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ સર્વપ્રધાન હોય છે -એ નિર્ણય કરી શકે. જેને ગુણ કેને કહેવાય અને દોષ કોને કહેવાય-એનું ભાન નથી, જેને આત્માનું સ્વાભાવિક સ્વરૂપ કેવું છે અને એ સ્વરૂપ શાથી આવરાએલું છે-એ વિષેની સાચી સમજ નથી, એવા આત્માઓ “સર્વપ્રધાન તે ભગવાન શ્રી જિનેશ્વરદે જ હોઈ શકે એવા પ્રકારનો નિર્ણય, સ્વતન્ત્રપણે, માત્ર પોતાની સમજ ઉપર જ આધાર રાખીને, કરી શકતા નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવેને સર્વ પ્રધાન તરીકે ઓળખવાને માટે, ગુણની અને દેષની પરખ જોઈએ. જ્ઞાની પ્રત્યેની શ્રદ્ધાના બળે પણ સર્વપ્રધાન તે ભગવાન શ્રી જિને શ્વરદે જ હેય”—એવી માન્યતાને હૈયામાં ધરીને, ભગવાન શ્રી જિનેશ્વરની ભક્તિ કરનારા આત્માઓ હોઈ શકે છે, પરંતુ એ તારકેને એ તારકેના સાચા સ્વરૂપમાં પિછાનીને
એ તારકે જ સર્વપ્રધાન છે”—એવા માનસિક નિશ્ચયને ધરનારા આત્માઓની તે બલિહારી છે. ટીકાકાર આચાર્ય ભગવાન સમજપૂર્વકના નિશ્ચયને ધરનારા હતા. ભગવાન શ્રી જિનેશ્વરદેવે કેવા સર્વ દોષરહિત અને કેવા સર્વગુણસંપન્ન હેય છે, એ વાતને ટીકાકાર આચાર્યભગવાન સારી રીતિએ સમજતા હતા. આ વાત એ મહાપુરૂષે વાપરેલાં પહેલાં ચાર વિશેષણોથી પણ સિદ્ધ થાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોને સર્વજ્ઞ તરીકે, ઈશ્વર તરીકે, અનન્ત તરીકે અને અસંગ તરીકે
૧૦