________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૨૬૩ છે-એમ ગણી શકાય, એવી કઈ પણ વસ્તુની ઉણપ ભગવાન શ્રી જિનેશ્વરદેવોમાં અસંભવિત જ હોય છે. સાચી પ્રધાનતાની સૂચક એવી એકે એક વસ્તુને સુગ, પૂર્ણ સુગ જે કઈ પણ વ્યક્તિમાં જે હોય, તે તે ભગવાન શ્રી જિનેશ્વરદેવમાં જોઈ લો. પ્રધાનતામાં જેમ ભગવાન શ્રી જિનેશ્વરદેવેથી વધીને કોઈ પણ વ્યક્તિ હઈ શકતી નથી, તેમ એ તારકેની સમાનતામાં આવી શકે એવી પણ કઈ વ્યક્તિ હેઈ શકતી નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેથી કઈ પ્રધાન પણ નહિ અને એ તારકે સાથે કેઈ સમાન પણ નહિ. બીજા બધા ય એ તારકની હેઠ. ભગવાન શ્રી જિનેશ્વરદેવ સમાન તે ભગવાન શ્રી જિનેશ્વરદેવ જ આકાશ સમાન આકાશ જ કહેવાય. જગત્ સમાન કાણ? જગતુ; બીજું કેઈ નહિ. તેવી જ રીતિએ, ભગવાન શ્રી જિનેશ્વરદેવ સમાન ભગવાન શ્રી જિનેશ્વરદેવ જ; અન્ય કઈ નહિ! ભગવાન સાથે બીજાઓની સરખામણી ન હોય
ભગવાન શ્રી જિનેશ્વરદેવમાં પ્રાધાન્ય તે હોય છે, પણ એ તારકેનું પ્રાધાન્ય એવા પ્રકારનું હોય છે કેએનાથી અધિક નહિ અને કેઈએનાથી સમાન નહિ! આ પ્રધાનતા જેવી–તેવી છે? જેને આવા દેવ મળ્યા હોય, તેને બીજા કહેવાતા દેવને સેવવાનું મન થાય ખરૂં? આ દેવને જે સાચા રૂપમાં ઓળખી શકે, તે અન્ય કહેવાતા દેને કદી પણ સુદેવ નહિ માનતાં કુદેવ જ માને, તેમાં નવાઈ નથી! ભગવાનના સેવકને ભગવાનની આવી સાચી ઓળખ થવી