________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૨૮૧ લંપટ જને જ્યારે વિષયસુખને માટે દંભ કરવા માંડે છે,
ત્યારે કમાલ કરે છે ને? પિતે એક અને પિતાના બે ! એક દેખાવને અને એક અંતરને ! છતાં બેમાંથી એકને પણ એમ લાગે નહિ કે આ સ્ત્રી અન્યને ચાહે છે. સ્ત્રીચરિત્ર આવું પણ હોઈ શકે છે. સંસારમાં રહેવું પડે તે પણ સંસારથી કેવા અળગા રહેવું, તે વસ્તુને સમજવામાં પણ આ ચરિત્ર ઉપયોગી છે. રાજા તરફ રાગ નહિ હોવા છતાં પણ અને રાજાના નેકર તરફ ગાઢ રાગ હોવા છતાં પણ, પટ્ટરાણું પિતાના સ્થાનને તજી શકવાને સમર્થ નહતી માટે એ સ્થાનમાં રહેતી અને રાજાને રીઝવતી, છતાં મન રાજાના નોકરમાં જ રાખતી. એવી જ રીતિએ સમ્યગ્દષ્ટિ આત્માને નિરૂપાયે જે સંસારમાં રહેવું પડે તે તેને બહારને વર્તાવ સંસારને રીઝવવા જે હેય, પણ
એનું મન તે ધર્મમાં જ હોય. રાણીને રાજા તરફને વર્તાવ દંભ રૂપ હતો, જ્યારે સમ્યગ્દષ્ટિને સંસારિઓ તરફને વર્તાવ દંભ રૂપ હોતો નથી પણ વિવેકપૂર્ણ હોય છે. સાવધગીરી અને કુશલતા બન્ને ય ઠેકાણે જરૂરી બને છે, પણ એક ઠેકાણે તે ડૂબાવે છે અને બીજે ઠેકાણે તે તારે છે. સાવધગીરી અને કુશળતા સુપાત્રે હેય, તે જ પ્રશંસાને યોગ્ય ગણાય; કુપાત્રે હેય, તે એ કેવળ અનર્થને જ નિપજાવે.
રાણીએ વિચાર કર્યો કે-“મારા જીવતા રહેવા છતાં પણ જે મારે યાર હસ્તિપાલક મરી જાય, તે હું જીવતી હેલું તે પણ શું અને હું મરી જાઉં તે પણ શું? હું તે પછી, વગર મેતે પણ મરેલી જેવી જ બની જાઉં!” આ વિચાર કરીને રાણીએ પેલું ફલ પિતાના યાર હસ્તિપાલકને આપ્યું.