________________
૨૮૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
માત્ર એની વિચારણાની દિશા ઊલટી હતી, તે આ પ્રસંગથી સુલટી થઈ ગઈ. વિષયના રાગની ભયંકરતાનેા તેને ખ્યાલ આવી ગયા. પેાતે કેવા ભાનભૂલેા અન્યા હતા, તે ય તેને સમજાઈ ગયું. એનામાં વિવેક પ્રગટથો અને એ વિવેકે એના એ રાગને મૂળમાંથી ઉખેડી નાખ્યા. એનું હૈયું વૈરાગ્યપૂણ ખની ગયું. રાજા ભર્તૃહરિએ એ જ વખતે વિચાર્યું કે " यां चिन्तयामि सततं मयि सा विरक्ता;
साऽप्यन्यमिच्छति जनं, स जनोऽन्यसक्तः । अस्मत्कृते च परितुष्यति काचिदन्या;
धिक् तां च तं च मदबं च, इमां च मां च ॥ १ ॥ રાજા ભર્તૃહરિ વિચાર કરે છે કે—મારી જે પ્રિયતમાનું હું સતત્ ચિન્તન કર્યાં કરૂં છું, તે મારી પ્રિયતમાને મારા ઉપર રાગ નથી; મારી તે પ્રિયતમાને મારા ઉપર રાગ નથી, પણ તેણીને અન્ય જન એટલે હસ્તિપાલ ઉપર રાગ છે; જ્યારે તે હસ્તિપાલ વળી અન્ય સ્ત્રીમાં એટલે આ વેશ્યાને વિષે રાગવાળા છે! અને જે વેશ્યાને વિષે હસ્તિપાલ આસક્ત મનવાળા છે, તે વેશ્યા મને પ્રસન્ન કરવાને ચાહે છે. ખરે ખર, મારી તે પ્રિયતમાને પણ ધિક્કાર હા, તેના યાર હસ્તિપાલને પણ ધિક્કાર હો, આવી વિડંબનાને સર્જનાર મદનને પણ ધિક્કાર હા, આ વેશ્યાને પણ ધિક્કાર હેા અને મને પણ ધિક્કાર હા!
આ પ્રસંગે, રાજા ભર્તૃહરિના અન્તઃકરણમાં અજબ જેવા પલટા આણી દીધા. રાજાને બેવફા તા માત્ર પટ્ટરાણી જ નિવડી હતી, પણ મેવફાઇના એ એક પ્રસગે રાજા ભતૃ હિરને