________________
પહેલો ભાગ-શ્રી જિનસ્તુતિ
૨૭૫
તારું ભાગ્ય નથી. આમ છતાં પણ, હું તને કહું છું કે-તું સ્વસ્થ બન અને સ્વસ્થ બનીને તારે ઘેર જા. હવે તું આવે ને આ દરિદ્રીનહિ રહે. તને થોડું-ઘણું પણ ધન અવશ્ય મળશે.”
આ વાત પણ સાંભળી-નહિ સાંભળી કરવા જેવી નથી. ભાગ્ય ન હોય તે પ્રસન્ન થયેલી દેવી પણ ધનવાન બનાવી શકતી નથી. ધનના પ્રયત્ન અનીતિ આદિથી ફળે છે, એમ ન માનતા. ભાગ્યને વેગ હોય તે જ અનીતિ આદિથી પણ ધનના પ્રયત્નો ફળે છે. અનીતિ આદિને આચરવાથી ધન મળતું હેત, તે આજે પ્રાયઃ કેઈધનહીન ન હેત! આજે અનીતિને સર્વથા ત્યાગી અને નીતિના જ પાલનને આગ્રહી ન જ મળે-એમ તે નહિ, પણ એવા મળવા દુર્લભ-એમ તો ખરું જ. આમ છતાં પણ, દિન-પ્રતિદિન બેકારીની અને ભૂખમરાની રાડ વધતી જાય છે. અનીતિ કરવાથી પણ ધન મળે, તે સમજે કે-ભાગ્યને વેગ હતે માટે મળ્યું અને એ પણ વિચારે કે મારું ભાગ્ય કેવું અશુભ, કે જેથી તે અનીતિ વિના ફળ્યું નહિ! પહેલાં મારી પાસે મારા એ ભાગ્યે પાપ કરાવ્યું અને પછી એ ફળ્યું ! આવા ભાગ્યને સફલ કરવા કરતાં, એની સફલતા વિના ચલાવી લેવું જ શું હું, કે જેથી ભવિષ્ય તે બગડે નહિ!” છે. ખેર, દેવીએ જ્યારે પેલા બ્રાહ્મણને તેની ભાગ્યહીનતાની વાત કહી, એટલે એ બ્રાહ્મણ સ્વસ્થ બની ગયે. જે મળે તેમાં સંતોષ માનવાને તેણે નિર્ણય કર્યો અને દેવીને નમસ્કાર કરીને તે બ્રાહ્મણ, ત્યાંથી રવાના થઈને, દેવીએ આપેલા ફલા સાથે, પિતાના સ્થાને આવ્યું.