________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાત
પેાતાના સ્થાને આવીને એ બ્રાહ્મણે સ્નાન કરીને દેવપૂજા કરી; અને તે પછીથી તે દેવીએ આપેલા ફૂલનું ભક્ષણ કરવાને માટે બેઠો, સ્નાન કરીને દેવપૂજા કર્યા વિના ખાવું નહિ, એવા નિયમ તમારે ખરા ? સવારે ઉઠીને પહેલાં દેવને યાદ કરા કે ચહાદેવીને યાદ કરો ? ભગવાનની સ્તુતિ આદિના સ્વાધ્યાય કરા કે છાપાંઓના અભ્યાસ કરો ? દેવ-ગુરૂ-ધમ તરફનું આપણું વલણ દિવસે દિવસે કેવું બનતું જાય છે, એ વાતને લક્ષ્યમાં લેવાની જરૂર છે.
૨૦૬
દેવીએ આપેલા ફૂલનું ભક્ષણ કરવાને માટે પેલેા બ્રાહ્મગુ ખેડા તા ખરો, પણ એ જ વખતે એ બ્રાહ્મણને વિચાર આવ્યો કે મારા જેવા દરિદ્ર ભિખારી આ ફળને ખાઈને અધિક કાળ સુધી જીવે, તેા પણ તેથી ફાયદો શે! થવાના ? આ ફળને હું ન ખાઉં અને જો આ ફુલ રાજાને ખાવાને માટે આપું, તે। એથી જગતને સુખ મળે.' ન્યાયપરાયણ અને પ્રજાપાલક રાજા ઘણું જીવે, તે એ પ્રજાને સુખનું જ કારણ છે ને ? બ્રાહ્મણ છે, દરિદ્રી છે, છતાં વિચાર કેવો કરે છે? કેવળ ઉદરભરી હોત તા? એ ફળને ખાવાથી કાંઈ નહિ તેા પણ, તે વખતે એની જીભને પૂર્વે કદી નહિ કરેલે એવો સ્વાદનો અનુભવ તેા મળત જ અને પેટની એટલી ભૂખ પણ ભાગત, એટલું તેા બનવાનું નક્કી હતું ને? પણ જગતના સુખના અને વિચાર આવે છે અને એથી તે બ્રાહ્મણ સ્વાદ રવાની અને ભૂખને ભાગવાની ઈચ્છાને છેાડીને, એ ફળ રાજાને આપવાને તૈયાર થઈ જાય છે.
ધારાનગરીમાં તે વખતે રાજા તરીકે ભર્તૃહરિ છે, એટલે