________________
ને
પહેલે ભાગ- શ્રી જિનસ્તુતિ
૨૭૭, તે બ્રાહ્મણ રાજા ભર્તુહરિની પાસે જઈને તેને તે ફળ અર્પણ કરે છે. અહીં દેવીનું વચન ફળે છે. દેવીએ તે બ્રાહ્મણને કહ્યું હતું કે મોટા ધનવાન થવાનું તારું ભાગ્ય નથી, પણ થોડુંઘણું ધન તને જરૂર મળશે.” રાજા ભર્તુહરિએ તે બ્રાહ્મણે આપેલું ફળ લીધું અને તેના બદલામાં બ્રાહ્મણને દક્ષિણ તરીકે કેટલુંક ધન આપ્યું.
રાજાએ આપેલા ધનને લઈને પેલો બ્રાહ્મણ રવાના થયે, એટલે રાજા બ્રાહ્મણે આપેલા ફલના વિષે વિચાર કરવા લાગ્યો. રાજા વિચાર કરે છે કે-“આવું દીર્ઘ જીવિતને આપનારૂં ફળ હું ખાઉં, તેમાં ફાયદો શ? હું લાંબે કાળ જવું, પણ મને અત્યન્ત પ્રિય એવી મારી પટ્ટરાણ જે મારા કરતાં વહેલી મરી જાય, તે એના વિના મારું જીવતર તે ધૂળ સમાન છે! એ ન હોય, તે હું તે જીવતાં મુએલાની દશાને જ પામું! પછી મારા જીવતરમાં આનંદ જેવું રહે શું? માટે આ ફળને હું નહિ ખાતાં, આ ફળ હું મારી પટ્ટરાણીને જ ખવડાવું, કે જેથી મારે તે મરતાં સુધીમાં એક ક્ષણને માટે પણ તેણીના વિયેગને સહવો પડે નહિ!”
જૂઓ કે-રાજા ભર્તુહરિને પિતાની પટ્ટરાણી તરફ કેટલે બધે રાગ છે? રાજાને પિતાનું જીવિત પ્રિય છે, પણ તે પટ્ટરાણીને વેગ હોય તે! એને પરાણના વિયેગમાં જીવવાની ઈચ્છા જ નથી. રાજાના રાગનું આ જે બરાબર યાદ રાખવાનું છે, કેમ કે એ જ્યારે સાવધ બનશે ત્યારે આ રાગનો એક અણુ પણ તેના એકે ય રૂંવાડે રહેવાનો નથી. રાગનો ક્ષય થતું નથી, એ માન્યતા જ ખોટી છે. રાગને જ્યારે