________________
૨૭૩
પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ પૂર્ણપણે ભેગાવી શકાય; વચ્ચે આયુષ્ય તૂટે નહિ. આ ફલનું ભક્ષણ કરવાથી, આને ભક્ષણ કરનારના આયુષ્યને બહારના કારણથી બાધા પહોંચતી નથી, જિન્દગીને ભેગવટો પૂર્ણપણે કરી શકાય છે, વચ્ચે જીવનદેરી એકી સાથે ભેગવાઈને તૂટી જતી નથીઆટલું જ અમર ફળનું માહામ્ય હોઈ શકે, બાકી અમર ફળનું ભક્ષણ કરવાથી આ દેહને ભેગ અમર બને, એવી માન્યતા તે તદ્દન ખોટી છે. ભર્તૃહરિએ અમર ફળ ખાધું હતું, છતાં આજે ભતૃહરિનું નામ માત્ર છે-એના દેહને તે વિલય જ થઈ ગયેલ છે. આ જગતમાં એવી એક પણ વસ્તુ છે જ નહિ, કે જે વસ્તુ આ દેહમાં ને આ દેહમાં અમરત્વ પમાડે. જે એવી કઈ વસ્તુ વિદ્યમાન હતા, તે દુનિયા એ વસ્તુને મેળવવાને માટે પાગલ બની હતી. અમર બનાતું જ નથી, મરવાનું છે એ નક્કી વાત છે, આ દેહ જરૂર છૂટી જવાને છે-એ વિગેરેને જાણવા અને માનવા છતાં પણ, આજે દુનિયા આ શરીરની આળપંપાળમાં કેટલી બધી ગુંચવાઈ ગયેલી છે? રાત-દિવસ શરીરની સેવા ચાલુ ને ચાલુ જ ! જે શરીર માંસ, રૂધિર ને હાડકાંથી ભરેલું છે અને જે શરીરમાં ગયેલે સારામાં સારે પદાર્થ પણ મલ-મૂત્રાદિપણને પામી જાય છે, તે શરીરને સ્વચ્છ, સુંવાળું, આકર્ષક, મજબૂત અને સ્મૃતિવાળું બનાવવાને માટે, દુનિયાના છ કેટલી બધી મહેનત કરે છે? ક્યાંક મરી જવાય નહિ, તેની કેટલી બધી કાળજી રાખે છે? મૃત્યુને અટકાવ્યું અટકાવી શકાવાનું નથીએમ જાણવા છતાં ય, મરણને દૂર ધકેલવાને માટે જીવે કેટકેટલી ભારે જહેમત ઉઠાવે છે? વિચાર કે- જીવન જીવવું