________________
શ્રી ભગવતીજી સૂત્રની વ્યાખ્યાને
રાગને જ આધીન છે. કામરાગને આધીન થયેલા ઘણું અને કામરાગના ગે કુકર્મો કરનારા પણ ઘણા ! કામાધીન માણસ છતી આંખે આંધળે બને છે. એને વિવેક કામની વાત આવે, એટલે જ્યાં સંતાઈ જાય છે. આવા પણ કામરાગને જીતનારા હોય છે કે નહિ? એકાદ આંચકે આવે અને કામરાગના અંધાપાને ખ્યાલ આવી જાય, તે મહારાગી જને પણ મહા વિરાગી બની જાય છે. બીજ, વૃક્ષ, સંતતિ વિગેરેનાં દષ્ટાને તે જાણે વસ્તુને સ્પષ્ટ કરવાને માટે કહ્યા, પણ અનુભવ જેવું બીજું દષ્ટાન્ત કયું? અનુભવનું જ્ઞાન આબાદ હોય છે. તમારા હૈયામાં જેના પ્રત્યે અતિશય રાગ હોય છે, તે જ માણસ જ્યારે તમારે વિશ્વાસઘાત કરે છે, ત્યારે તમને શું થાય છે? એના પ્રત્યેને રાગ ઓસરી જાય છે ને? એક પ્રત્યે અતિશય રાગ હેય, એને રૂપમાં પિતે ઘેલા બન્યા હોય, ત્યાં એને ય ટપી જાય એવા રૂપનું દર્શન થાય તો? રાગનું પાત્ર બદલાઈ જાય છે ને? ત્યારે રાગ એાસરી પણ જાય છે અને રાગનું પાત્ર બદલાઈ પણ જાય છે, એ તે તમારા પિતાના જ અનુભવની બીના છે. રાગનું સ્વરૂપ પણ બદલાય છે. ધનને ખૂબ રાગ હોય, પણ જે કામને ખૂબ રાગ થઈ જાય છે, તે ધનને રાગ ઘટે છે અને કામને ખૂબ રાગ હોય, પણ જે ધનને રાગ જોરદાર બની જાય છે, તે કામને રાગ ઘટે છે અથવા ધર્મને રાગ થતાં ધન તથા કામને રાગ ઘટે છે, એટલે રાગનું સ્વરૂપ બદલાય છે, તેને ય તમને અનુભવ છે. આવી રીતિએ વિવિધ પરિમને પામતે રાગ ક્ષય પામે જ નહિ એ વાત ખેતી છે.