________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
શ્રૃંગારશતક અને વૈરાગ્યરાતક:
‘રાગાદિકનો ક્ષય થાય જ નહિ ’-એવું માનનારાઓએ રાજા ભર્તૃહરિના પ્રસંગને વિચારવા જેવા છે. રાજા ભર્તૃહએ રચેલા શ્રૃંગારશતકને વાંચતાં, તે જેવા સાક્ષાત્ કામમૂર્તિ સમેા લાગે છે, તેવા જ તે તેના રચેલા વૈરાગ્યશતકને વાંચતાં વૈરાગ્યમૂર્તિ સમા લાગે છે. એનું શ્રૃંગારશતક વાંચનાર જો જરાક ભાનભૂલા અને, તા એને કામની પીડાથી પીડાવા માંડતા વાર લાગે નહિ, એવું એણે એમાં વર્ણન કરેલું છે. પાસે સ્ત્રી ન હાય, કામભોગની કોઈ સામગ્રી ન હોય, તે છતાં પણ, શ્રૃંગારશતકનું વર્ણન જરાક ભાન ભૂલે તેને પાગલ બનાવ્યા વિના રહે નહિ એવું છે. એણે જે કામની એક એક ચેષ્ટાઓનું અને કામની સામગ્રીનું તથા કામનાં વિવિધ અંગેાનું વર્ણન કર્યું છે,તેને વાંચતાં વિવેકી આત્માએ કલ્પી શકે કે-આને રૂઆડે રૂઆડે કામનો વાસ હોવા જોઈ એ. એની બુદ્ધિ કેવલ કામરાગથી જ ઓતપ્રાત બનેલી હશે, એવી કલ્પના જન્મે. એના એ જ રાજા ભર્તૃહરિના વૈરાગ્યશતકને વાંચતાં થાય કે—આના લખનારમાં ભારેભાર વૈરાગ્ય જ ભરેલા છે. માણુસ જો જરાક શાણા થઈને એ વૈરાગ્યશતકને વાંચે, તેા એ વાંચનારના હૈયાને વૈરાગ્ય સ્પર્ધા વિના રહે નહિ. સ્નેહરાગની અને કામરાગની ગમે તેવી પીડા હોય, પણ આત્માને જરાક સ્થિર અને શાણેા બનાવીને જે માણસ વૈરાગ્યશતકને વાંચે, તે એના સ્નેહરાગને અને કામરાગને ઓસરી જતાં વાર લાગે નહિ. સ્નેહરાગ અને કામરાગ, એ કેવી આત્મવચના છે તેના ખ્યાલ આવી જાય.
૨૬મ