________________
૨૬૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને છે કે-ગરીબ અને તવંગર, ધનને મેળવવાને માટે અને મળેલા ધનને ટકાવવાને માટે જેની ઉપાસના કરવી ઠીક લાગે, તેની ઉપાસના કરવાને તૈયાર થઈ જાય છે. જે ધન ધાયું મળે નહિ, ધાર્યું રહે નહિ, ધાર્યું ભોગવાય નહિ અને મરણ વખતે જેને મૂકીને કચવાતે મને પણ પરલેકની મુસાફરીએ ચાલતા થવું પડે-એવા ધનને માટે જગતમાં દોડધામ ચાલે છે. ધનને માટે
જ્યાં ધનિકે પણ લોભીયા જ રહેતા હોય અને ઘણું ધન હોય તે ય બાકીનું ધન મેળવવાને માટે ગમે તેવાં કાળાંધળાં કરતા હોય, ત્યાં ગરીબ મહેનત કરે, એમાં તે નવાઈ પામવા જેવું છે જ શું? ધનને મેળવવા આદિની મહેનતથી અથવા ધનને મેળવવા આદિની મહેનત કરવી પડે તે ય તેમાં અનીતિ આદિથી, તે જ બચી શકે કે-જે ધનને સંઘરવા જેવું નહિ, પણ તજવા જેવું માને.
પ્રશ૦ ધન વિના જગતમાં કાંઈ મળતું નથી, એટલે “ધન મેળવે નહિ તે ગરીબ આજિવિકા કેમ ચલાવે ?
એવું પણ જીવન છે, કે જે જીવનમાં ધનની જરૂર જ નથી. સાચું સાધુજીવન વગર ધને જીવાય છે, પણ સાધુજીવનને જીવવાને બધા લાયક પણ ન હોય અને બધા શક્તિમાન પણ ન હાય, એટલે આજિવિકાના નિર્વાહને માટે ધનની જરૂર પડે પરન્તુ ખરેખર આજિવિકાના નિર્વાહ પૂરતે જ ધનને મેળવવાને પ્રયત્ન થાય છે? ધન ન હોય ત્યારે આજિવિકા પૂરત વિચાર આવે, પણ ધન મળવા માંડે એટલે બીજી કેટકેટલી ય ઈરછાએ જોર કરે છે. આજિવિકા માટે ગૃહસ્થાએ ભિક્ષાવૃત્તિને સ્વીકારવાની હોય નહિ, પરંતુ ધનને મેળવવાના પ્રયત્નમાં ય