________________
૨૦૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના
શકાય, કેમ કે દેવતાઓ પણ અમર કહેવાય છે. અમર શબ્દ ‘દેવ’વાચક પણ છે. અમર એટલે દેવ અગર દેવી અને તેણે આપેલું જે ફળ તે અમરફળ, આવા અર્થ થઈ શકે; પણ લાકમાં આ અમર ફળના અથ એવા પ્રકારે પ્રચલિત બનેલા છે કે—અમર ફળ એટલે એવું ફળ, કે જે ફળને ખાવાથી માણસ અમર અને, કદી પણ મૃત્યુને પામે નહિ! અમર ફળનો આવો અર્થ કરનારાઓ, એટલેા પણ વિચાર કરતા નથી કે-કાઈ પણ માણુસ મરે જ નહિ, એ વસ્તુ શકય છે ખરી? માણસ કદી પણ મરે જ નહિ, એ વસ્તુ જો શકય હાય, તે આપણને તેવો એકાદ માણસ પણ જોવા મળે કે નહિ? આ જગત્ યારનું ? અનાદિકાળથી આ જગત્ છે અને અનન્તા કાળ વહી ગયા છે, તે એકાદ માણુસ પણ અમર બનેલા કેમ જોવામાં આવતા નથી? જે જન્મે તે નિયમા મરે, એમ તા આખી દુનિયા કહે છે. આ શરીર તેા નાશવન્ત જ છે. ભગવાનના જીવ પણ આ શરીરમાં ને શરીરમાં જ શાશ્વત કાળ રહે, એવું બની શક્યું નથી. એ બની શકે એવું જ નથી. હા, એક વસ્તુ જરૂર છે. આત્મા પોતે તે અમર જ છે. આ શરીરના ચાગ અમર નથી, એટલે આ શરીરને છોડીને આત્મા કદી પણ જન્મ-મરણ થાય નહિ એવી અવસ્થાને પામી શકે છે, જેને આપણે સિદ્ધાવસ્થા હીએ છીએ. આ ક્ષેત્રમાં આ કાળમાં અહીંથી મરીને સિદ્ધ ગતિને પમાય, એ શકય નથી; પણ નિયમ તરીકે વિચારીએ તા, આ શરીરના ત્યાગ કરવા સાથે આત્મા જન્મ-મરણથી રહિત એવી અવસ્થાને જરૂર પામી શકે છે. એવી અવસ્થા