________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૨૬૯
અનીતિ આદિના તા ત્યાગ કરવાનું લક્ષ્ય રાખવું જાઈએ ને ?
પ્રશ્ન॰ અનીતિ વિના ધન મળે તેમ ન હોય તા ? ધનના લેાભથી જ ધનને મેળવવાની જેને ઈચ્છા નથી અને અનીતિને આચરવી નથી-એવા જેના નિણૅય છે, તેને નીતિપૂર્વકના પ્રયત્ન કરવા છતાં પણ ન જ મળે. અગર તે જરૂરી કરતાં ઓછું મળે એવું આછું બને, છતાં તે ય અસ ભવિત તા નથી; પરન્તુ એવા પ્રસ ંગે એવા માણસ પાતે કેમ આછામાં ઓછી જરૂર નિભાવી શકે, તેના ચ પ્રયત્ન કરે છે. ભૂખ્યા મરવું તે હા, પણ અનીતિને તો નહિ જ આચરવી, આવી મનેાદશાવાળા આત્માઓ પણ હોઈ શકે છે. ધન કરતાં ધમને અધિક માનનારથી કદાચ અનીતિ આચરાઈ જાય છે, તા ય તેને અનીતિ ખૂબ ખૂબ ડખે છે. આજે આવો અનુભવ વિરલ બની ગયા છે. ગૃહસ્થાને માટે શાસ્ત્રે એવું વિધાન નથી કર્યુ” કે ધન કમાવું જ નહિ' પણ ‘ ધનાજ - નમાં ન્યાયના ત્યાગ કરવો નહિ-એવું વિધાન તા જરૂર કર્યું. છે. આ વિધાનનું પાલન ધનના અતિ લેાભીથી ખને નહિ. અહી તે વાત એ ચાલે છે કે પેલા બ્રાહ્મણ દરિદ્ર છે, ધન તેને જોઈએ છે, ધન મેળવવાના તેની પાસે ઉપાય નથી અથવા ધનાર્જનના ઉપાય તેને સુખ્તા નથી અને એથી. તે દેવીની પૂજા - ઉપાસના કરે છે. એની ઉપાસનાથી દૈવી પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થયેલી દેવી તેને એક સુંદર આકારવાળું તેમજ રસભરપૂર ફળ આપે છે.
ય
લેાકમાં એમ કહેવાય છે કે દેવીએ એ બ્રાહ્મણને અમર ફળ આપ્યું. એ ફળને અમર ફળ કહેવું હોય તે પશુ કહી