________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને રાજા ભર્તુહરિને અમર ફળને પ્રસંગ
એક જ માણસની રચના અને તે આવી પરસ્પર વિરેધવાળી, તેનું કારણ શું? એ જ કે–એની રચના કરનાર એક કાળે કામરાગથી ભરપૂર આત્મદશાને ભેગવતે હતું અને અન્ય કાળે એ જ માણસ વૈરાગ્યથી ભરપૂર આત્મદશાને ભેગવતે હતે ! આ કારણે, એનું ઉદાહરણ, જેઓ “રાગાદિકને ક્ષય થાય જ નહિ—એવું માને છે, તેઓને માટે તે ખાસ ઉપયેગી નિવડે તેવું છે. ભર્તુહરિ માલવદેશને પ્રતાપી ગણાતે રાજા હતે. રાજા હોવા છતાં પણ, એ અસાધારણ કેટિને વિદ્વાન હતું. એના જીવનમાં એક એ પ્રસંગ બને, કે જે પ્રસંગે તેને એકદમ જાગૃત કરી દીધો. કામરાગ કેટલે બધે ભયંકર છે, તેનું એને ભાન થયું. એ સત્વશીલ તે હતે જ અને પાછો વિદ્વાન પણ અસામાન્ય કટિને હવે, એટલે જ્યાં એને કામરાગની ભયંકરતાને ખ્યાલ આવે, કે તરત જ એણે રાજ્યાદિકનો પણ ત્યાગ કરી દીધો. માત્ર રાણને જ છેડી એમ નહિ, પણ કુટુંબને અને રાજયાદિનો પણ ત્યાગ કર્યો. એના વિષે એક કવિએ ટૂંકમાં કહ્યું છે કે –
સેમ નામ વિપ્રવર, ગિરિજા કે વર કર; લીને સુધાફળ કર, દીને નરનાહ કે. ૧. નૃપતિ સપતનિ કો. તેણે નિજ મિતહિકે; તેણે દીને ગીતકી કે, નીકે ફળ ચાહ કે. ૨. આગે ગણિકા સરાગે, ધરાનાથ આગે ધરે; ધરાનાથ માથ ધુના, સૂના ધૂના તાહ કે. ૩. હા!હા! કામિની કે હિ, હિતે કામિની કે અબ; તેહિ તજે તાહિ ભજે, શિશ શશિ જાય છે. ૪.”