________________
પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ
૨૫૧ તે તેને પાપને બંધ થાય કે પુણ્યને બંધ થાય?
તેના આશયથી તેને પાપને જ બંધ થાય અને ધર્માનુષ્ઠાની ક્રિયાથી તેને પુણ્યને બંધ થાય, પણ તે ય પુણ્ય પાપાનુબંધી પુણ્ય બંધાય. એ પુણ્યથી દેવગતિ આદિનાં સુખો મળે એ શક્ય છે, પણ એ સુખસામગ્રી વચ્ચે પણ એ જીવ ઘણી અસમાધિને ભગવતો હોય છે. વળી એ સુખસામગ્રીમાં એ જીવ એટલે બધે આસક્ત બની જાય છે કે પછી તેને ઘણું કાળ પર્યન્ત દુર્ગતિઓમાં ભટકવું પડે છે. ધર્મની આશાતના કરવાથી, તેને ધર્મની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે. સાંસારિક સુખને આશય આવી જાય, મોક્ષસુખને આશય ન પણ આવે, તે પણ “મોક્ષસુખને આશય મળે પ્રગટે તે સારૂં એવી વૃત્તિ હોય અથવા તે સાંસારિક સુખના આશએને જ આગ્રહ ન હોય, ત્યાં સુધી ય માર્ગે ચઢાવી શકાય પણ સમજપૂર્વક સાંસારિક સુખના આશયને જ આગ્રહ હોય, તે માનવું પડે કે-આ જીવ કાં તો અભવ્ય છે, કાં તે દુર્ભવ્ય છે અને કાં તો ભવ્ય હોવા છતાં ય અતિશય ભારેકમી છે! કારણ કે-જીવ ધર્માનુષ્ઠાનને પામ્યો છે, ક્ષમાર્ગને સમજાવનાર સગુરૂના સદુપદેશને યોગ થયે છે, એ મૂઢ કે અબોધ નથી કે કશા જ સારાસારને સમજી શકે નહિ, છતાં પણ મોક્ષના આશયને નહિ લાવવાનો આગ્રહ રાખે, એ સૂચવે છે કે–મેક્ષની રૂચિ પ્રગટે એટલી પણ યોગ્યતા એ જીવમાં પ્રગટી નથી. નહિતર તો એ કહે કે-“સાંસારિક સુખના આશયને કાઢવાની અને મોક્ષસુખના આશયને પ્રગટાવવાની હવે હું મહેનત કરીશ.” ધ્યાનમાં રાખે કે-ધર્માનુષ્ઠાનોને તજ