________________
२५४
શ્રી ભગવતીજી સત્રનાં વ્યાખ્યાન
કૂળતા વચ્ચે પણ મારે તા મેાક્ષમાગની જ આરાધના કરવી છે. મે ક્ષમાગની આરાધના કરવાની ઇચ્છાને પ્રખલ મનાવા. તમારી જે ઈચ્છા ખૂબ ખૂબ પ્રખલ બની જાય છે, તે ઇચ્છાને પાર પાડવાને માટે તમે સ્નેહિઓને, સંબંધિઓને, ધનને અને કેટલાક તેા ધર્મને પણ ગણતા નથી; તેમ જો મેાક્ષમાને આરાધવાની ઈચ્છા પ્રબલ બની જાય, તે પછી આવા નબળા વિચાર આવે જ નહિ, સાંસારિક સામગ્રીની અનુકૂળતાના આશય તમે રાખશેા તા જ ધર્માનુષ્ઠાનેાથી તમને સાંસારિક સામગ્રીની અનુકૂળતા મળશે, એમ માના છે ? ઊલટુ', જેટલી આશયની શુદ્ધતા હશે, તેના પ્રમાણમાં ધર્માનુષ્ઠાનનું સારૂં ફળ મળશે. આ કારણે, આપણે પહેલાં જ વિચાર્યું કે‘જગતમાં એવી કાઈ સિદ્ધિ નથી, કે જે શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિથી પ્રાપ્ત થાય નહિ.' અને તે પછી એ વાત સ્પષ્ટ કરી કે-શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિ વિષયસુખની–પૌદ્ ગલિક સુખની અભિલાષાથી કરવાની નથી, પણ આત્મિક સુખની–માક્ષસુખની અભિલાષાથી કરવાની છે. રાગાદિના ક્ષય થાય જ નહિ, એવુ· માનનારાએ પણ છે : આ શ્રી ભગવતીજી સૂત્રના ટીકાકાર પરમર્ષિ આચાય ભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ, આ સૂત્રની ટીકાની રચનાને પ્રારંભ કરતાં, માંગલાચરણ કરતાં, શ્રી જિનસ્તુતિ કરી છે. તે સ્તુતિમાંના ચેાથા ‘અસ’ગ’ વિશેષણને વિચાર ચાલે છે. આપણે તેા માનીએ છીએ કે–જડ અને ચંતનનું અસ્તિત્વ જેમ અનાદિકાલીન છે, તેમ જડ અને ચેતનના યાગ પણ અનાકિાલીન છે. કર્મો જડ છે અને તે