________________
૨૫૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન વાતને માનવાને ઈન્કાર કરે છે, તે પિતાના ઈનકારના સમર્થનમાં એમ પણ જણાવે છે કે"रागादयो न क्षयमाविशन्ति अनादिमत्त्वात , गगनवत।"
આમાં ત્રણ વસ્તુઓ છે. (૧) પિતાની માન્યતા, (૨) પિતાની તેવી માન્યતાને હેતુ અને (૩) તે હેતુના સમર્થન માટેનું ઉદાહરણ, શગાદિક ક્ષયને પામતા નથી, એ તેમની માન્યતા; રાગાદિક અનાદિમાન છે, એ હેતુ; અને “ગગનવત’ એટલે “આકાશની જેમ” એ ઉદાહરણ “આકાશ જેમ અનાદિમાન છે, તેમ રાગાદિક અનાદિમાન છે અને તેથી આકાશને જેમ ક્ષય થતો નથી, તેમ રાગાદિકને પણ ક્ષય થતું નથી. –આ વાક્યમાં માન્યતા, હેતુ અને ઉદાહરણ--એ ત્રણેયને સમાવેશ થઈ જાય છે. આવા પ્રસંગે આપણે પહેલે વિચાર ઉદાહરણને કરે પડે, એટલે કે-જે ઉદાહરણ આપવામાં આવ્યું છે, તે બંધબેસતું છે કે નહિ?-એ જેવું પડે. પછી તે સાથે આપવામાં આવેલો હેતુ, તે હેતુ જે માન્યતાને સિદ્ધ કરવાને માટે આપવામાં આવ્યો છે તે માન્યતાને સિદ્ધ કરનારે છે કે નહિ–એ તપાસવું પડે. આપવામાં આવેલું ઉદાહરણ બંધબેસતું હોય નહિ અને આપવામાં આવેલે હેતુ પણ, તે હેતુ જે માન્યતાને સિદ્ધ કરવાને માટે આપવામાં આવ્યો હોય, તે માન્યતાને સિદ્ધ કરી શકે તેમ ન હોય, તે તે માન્યતા આપોઆપ અસિદ્ધ થઈ જાય છે, બેટી હોવાનું પૂરવાર થઈ જાય છે. રાગાદિકનો ક્ષય નથી થઈ શકતો, એવી પિતાની માન્યતાને સિદ્ધ કરવાને માટે વાદિએ આપેલું ગગનનું Cષ્ટાન્ત સુસંગત બનતું નથી, કેમ કે--અહીં દૃષ્ટાન્ત-દાન્તિકનું