________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૨૫૭ વૈષમ્ય છે. રાગાદિક પણ અનાદિમાન છે અને ગગન પણ અના દિમાન છે, એમ એકદેશીય સામ્યને અંગે વાદી ગગનનું દષ્ટાન્ત આપવાને માટે લલચાય છે, પરંતુ અનાદિમાન એવી સઘળી ય વસ્તુઓને વિચાર કરવામાં આવે, તે માલૂમ પડે કે–અનાદિમાન એવી વસ્તુઓને અંગે થતું પર્યાયાન્તર ભિન્ન ભિન્ન પ્રકારનું હોય છે. પર્યાયાન્તરને પામતાંની સાથે જ, પૂર્વના પર્યાય રૂપ વસ્તુને એકદમ નાશ થઈ ગયે-એ પણ ભાસ થાય છે અને પર્યાયાન્તર થવા છતાં પણ, પૂર્વના પર્યાય રૂપ વસ્તુ કાચમની કાયમ રહી હોય-એ પણ ભાસ થાય છે. આકાશમાં પર્યાયાન્તર થવા છતાં પણ, આકાશ કાયમનું કાયમ રહે છે અને તે આપણને જણાય છે; જ્યારે બીજી વસ્તુઓનું પર્યાયાન્તરે વિનાશને ભાસ કરાવે છે, કેમ કે-તેને પર્યાય અતિ પરિવર્તન પામે છે. આ કારણે, એમ કહી શકાય કેઆકાશનું જે દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે, તે આપવામાં દૃષ્ટાન્ત-દાચ્છન્તિકનું વૈષમ્ય છે. વળી આકાશની જેમ રાગ એ કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. આકાશ સ્વતત્ર દ્રવ્ય છે. રાગ સ્વતન્ચ દ્રવ્ય નથી. આત્માના સ્વભાવને આવરનારું અને આત્માને વિભાવદશામાં રાખનારું જે મેહનીય કર્મ છે, તે કર્મના યોગે જ આત્મા રાગવાળે બને છે. એ મેહનીય કમને એમ આત્માની સાથે અનાદિકાળથી છે, પણ અનાદિકાળથી જેવા પ્રકારનું મેહનીય કમ હતું, તેવા જ પ્રકારનું અને તે જ મેહનીય કર્મ, સર્વ કાલે ઈ શકતું નથી. એમાં જૂનું કમ વાય અને નવું કર્મ બંધાય, એમ થયા જ કરે છે. મોહની કમની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કેડીકેડી સાગરોપમની છે, એટલે